સુરત: યુવકને મળવા બોલાવી રૂમમાં પૂર્યો અને ઢોર માર માર્યો: ડેટિંગ એપ પર ‘પ્રેમજાળ’ અને પછી નકલી પોલીસ બની ખંડણી

સુરત: યુવકને મળવા બોલાવી રૂમમાં પૂર્યો અને ઢોર માર માર્યો: ડેટિંગ એપ પર ‘પ્રેમજાળ’ અને પછી નકલી પોલીસ બની ખંડણી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો પડાવતી ટોળકી દબોચાઈ, નકલી પોલીસનો ખેલ ખતમ

બે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ
બે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ

સુરત: બારડોલી તાલુકાના મોતા ગામમાં સનસનાટી મચાવતી હનીટ્રેપની ઘટના સામે આવી છે. ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને પ્રેમજાળમાં ફસાવી. ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતા હતા. આ ગેંગના બે મહિલા સહિત કુલ 6થી વધુ સભ્યોને બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીએ દબોચી લીધા છે.

આ ટોળકી લોકોને નિશાન બનાવતી હતી. આ સમગ્ર કૌભાંડની શરૂઆત ડેટિંગ એપ્લિકેશનથી થઈ હતી. આરોપીઓ ડેટિંગ એપનો ઉપયોગ કરી ભોળા યુવકોને પોતાની જાળમાં ફસાવતા હતા. આ કેસમાં ફરિયાદીના ભાઈને આરોપી મહિલાઓએ વાતચીતમાં ભોળવી મોતા ગામમાં મળવા માટે બોલાવ્યો હતો. યુવક જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ટોળકીના અન્ય સભ્યો ત્યાં ત્રાટક્યા હતા.

આ શખ્સોએ પોતાની ઓળખ ‘પોલીસ’ તરીકે આપી હતી. યુવકને ડરાવવા માટે આરોપીઓએ તેને રૂમમાં પૂરી દઈ ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે, “જો તારે બળાત્કારના કેસમાં ન ફસાવું હોય તો પૈસા આપવા પડશે.” નકલી પોલીસ બનેલા આ શખ્સોએ યુવક પાસે રૂપિયા અઢી લાખની માંગણી કરી હતી. જોકે, આ બાબતે પોલીસને જાણ થતા બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીએ તાત્કાલિક પગલાં લીધા હતાં.

હાલ પોલીસે અક્ષય ચેખલ્યા, સંજય ચૌહાણ, મયુર તાયડે, અલ્પેશ ઉર્ફે વિક્રમ વાઘેલા, ક્રિષ્ના રામ તથા બે મહિલા મળી તમામ આરોપીઓને બારડોલી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને આ રીતે હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ વધુ કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/સુરત/

સુરત: યુવકને મળવા બોલાવી રૂમમાં પૂર્યો અને ઢોર માર માર્યો: ડેટિંગ એપ પર ‘પ્રેમજાળ’ અને પછી નકલી પોલીસ બની ખંડણી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *