સુરત: પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓને પોલીસે જાહેરમાં માફી મંગાવી, ચાની દુકાનના માલિકને માર મારવો ભારે પડ્યો

સુરત: પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓને પોલીસે જાહેરમાં માફી મંગાવી, ચાની દુકાનના માલિકને માર મારવો ભારે પડ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સુરતના લિંબાયત વિસ્તારમાં પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓ દ્વારા ચાની હોટલના માલિકને જાહેરમાં માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા અને જાહેરમાં માફી મંગાવી હતી.

સુરત પોલીસની કડક કાર્યવાહી
સુરત પોલીસની કડક કાર્યવાહી

સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પપ્પુ ભૈયા ગેંગની દહેશત ફરી સક્રિય બનતી જોવા મળી રહી હતી. સામાન્ય બાબત જેવી કે ચાની ઉધારીના રૂપિયા માંગવાના મુદ્દે ગેંગના સભ્યોએ હદ વટાવી જાહેરમાં મારામારી કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. ચાની ઉધારીમાંથી શરૂ થયેલો વિવાદ થોડા દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં આવેલી એક ચાની હોટલના સંચાલકે પોતાની બાકી ઉધારીના રૂપિયા માંગ્યા હતા તેને લઈને શરૂ થયો હતો.

હોટલના માલિકે રૂપિયા માગ્યા તો આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને જાહેર રસ્તા પર જ હોટલ સંચાલક સાથે મારામારી કરી. સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ અને સોશિયલ મીડિયા પર સીસીટીવીનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પોલીસની કામગીરી પર પણ લોકોની નજર હતી કે હવે કડક કાર્યવાહી થશે કે નહીં.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લિંબાયત પોલીસ એક્શન મોડમાં આવી હતી. આરોપીઓ સુરત છોડીને ફરાર થાય તે પહેલાં જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન (પંચનામું) કર્યું. ઘટનાની દરેક કડી ફરીથી સમજાવી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા જેથી કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરી શકાય અને આરોપીઓને કડકમાં કડક સજા મળે. લોકોમાં કાયદાનો ડર બેસે અને ફરી આવી ઘટનાને અંજામ ન આપે તે હેતુથી પોલીસે આરોપીઓને જાહેરમાં હાથ જોડીને માફી મંગાવી હતી.

આ કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો કે “લિંબાયત વિસ્તારમાં ગુંડાગીરી કે દાદાગીરી ચલાવનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.” લિંબાયત પોલીસની આ કાર્યવાહીથી વેપારીઓ અને નાગરિકોમાં રાહતનો શ્વાસ આવ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર શાંતિ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગુનાને પણ ગંભીરતાથી લેવામાં આવશે. સામાન્ય નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. લિંબાયત પોલીસે અંતમાં ચેતવણી આપી છે કે આગામી સમયમાં કોઈપણ ગેંગ કે અસામાજિક તત્વ દ્વારા કાયદો હાથમાં લેવાશે તો સીધી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/સુરત/

સુરત: પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓને પોલીસે જાહેરમાં માફી મંગાવી, ચાની દુકાનના માલિકને માર મારવો ભારે પડ્યો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *