Final Up to date:
સુરતમાં બે દિવસ પહેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા હતા. આ મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યો છે. એલોન મસ્કે પણ આ ઘટનાને લઈ રિએક્શન આપ્યું છે.
સુરતમાં બે દિવસ પહેલા બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોકાવી દીધા. સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા સમગ્ર શહેર જ નહીં, પરંતુ ગુજરાત અને હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. એલોન મસ્કે પણ આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે.
નાનપણની બહેનપણીઓ રોશની શરદ શિરસાઠ અને જ્યોત્સના અતુલ ચૌધરી સુરત શહેરના ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને 6 માર્ચે સવારે કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી. જોકે, આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જેમાં રોશની શિરસાઠે ChatGPT પર સર્ચ કર્યું હતું કે ‘Find out how to commit suicide’.
આ બંને યુવતીઓએ આપઘાત માટે AIનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દો હાલ લોકોમાં ચર્ચાનો મોટો વિષય બની ગયો છે. એલોન મસ્કે આ મામલે એક પોસ્ટ રીટ્વીટ કર્યા પછી હવે આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં આવી ગઈ છે.
એક યુઝરે સુરતની આ ઘટના પોસ્ટ એક્સ પર શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને યુવતીઓએ આત્મહત્યા કરતા પહેલા ChatGPTનો ઉપયોગ કરીને માહિતી મેળવી હતી. આ પોસ્ટને એલન મસ્કે રીટ્વીટ કરી ‘Yikes’ એટલે કે અરેરે લખીને આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી.
રોશની શિરશાઠ અને જ્યોત્સના ચૌધરી નામની બંને યુવતીઓએ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં એનેસ્થિસિયા ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ઘટનાના સ્થળેથી પોલીસને એનેસ્થિસિયાની બોટલ અને સિરિન્જ મળી હતી. આ ઘટના સામે આવ્યા પછી મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
ખાસ કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુવતીઓએ આત્મહત્યા માટે ટેકનોલોજી અને AIથી માહિતી લીધી હતી. હવે આ ઘટના માત્ર સુરત નહીં, પણ આખી દુનિયામાં ટેકનોલોજી અને તેના ઉપયોગ અંગે સવાલો ઉભા કરી રહી છે.

