SSY ખાતાનું મેનેજમેન્ટ- જ્યાં સુધી પુત્રી 18 વર્ષની નથી થઈ જતી, ત્યાં સુધી ખાતાની દેખરેખ માતા-પિતા કે કાયદેસરના વાલી કરે છે. જ્યારે પુત્રી 18 વર્ષની થઈ જાય છે, તો તે જરૂરી દસ્તાવેજ જમા કરીને પોતાનું ખાતું સંભાળી શકે છે. ખાતું ખોલવા માટે નિર્ધારિત ફોર્મ, પુત્રીના જન્મનું પ્રમાણપત્ર, પુત્રી અને વાલીનો આધાર નંબર અને ઓળખ તેમજ સરનામાંનુ પ્રમાણપત્ર જરૂરી હોય છે.

