સાધુને હેરાન કરવા નીકળેલી કીર્તિ રડતી થઈ ગઈ!

સાધુને હેરાન કરવા નીકળેલી કીર્તિ રડતી થઈ ગઈ!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સોશ્યલ મીડિયામાં સભ્ય સમાજને શરમાવે એવી હરકતો કરનારી કીર્તિ નાટકમાં નંબર વન નીકળી. મહાશિવરાત્રિ પર મૃગીકુંડમાં સ્નાન વખતે મીડિયા અને પોલીસ બંનેના સંયમની પરીક્ષા કરનારી કીર્તિ હવે ન્યાય માગી રહી છે. 20 લાખની ખંડણી માગવાના કેસમાં પકડાઈ ત્યારે તો મોઢું મલકાવીને રોફ જમાવતી હતી પરંતુ એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યારે કોર્ટમાં રજૂ કરવા લવાઈ ત્યારે નાટકના આંસૂ સારતી દેખાઈ. પહેલાં મીડિયાને ધમકી આપી અને હવે એ જ મીડિયા ન્યાય અપાવે એવી અપેક્ષા રખાઈ. સાધુઓ વિરુદ્ધ બેફામ અને એલફેલ બોલનારી કીર્તિ રડતી જોવા મળી. જેમાં મેકઅપના લપેડા પણ નીકળી ગયા. કીર્તિની આવી હરકતોને સોશ્યલ મીડિયા પર લોકો નાટક ગણાવી રહ્યા છે. જૂનાગઢના યુટ્યુબર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માગવા અને જીવન ટૂંકાવવા મજબૂર કરવાના આરોપમાં કીર્તિની રવિવારે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ધરપકડ અને રિમાન્ડ બાદ પણ કીર્તિ પટેલની બેરહમીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર કોઈ પસ્તાવો ન દેખાયો. પોલીસ વાનમાં કીર્તિ હસતી અને મીડિયા સામે હાથ હલાવતી દેખાઈ. કીર્તિ પટેલ કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને ટાટા કહેતી જોવા મળી હતી અને પોલીસની ગાડીમાં બેસતાની સાથે સ્માઈલ કરતી પણ જોવા મળી હતી. એટલું જ નહીં, પોલીસ વાનની અંદર કીર્તિ પટેલ તેની સાથે બેઠેલા પોલીસકર્મીઓ સાથે પણ હસી-મજાક કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પોલીસકર્મીઓ પણ કીર્તિ સાથે હસતા જોવા મળ્યા હતા. ધરપકડથી બચવા માટે કીર્તિ ઉદયપુર ભાગી હતી એવો ખુલાસો થયો છે. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદમાં ફરી તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી. જ્યાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. જોકે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં તેણે મંગળવારે હાજર થવાનું છે. જૂનાગઢમાં કીર્તિ પર કુલ 3 કેસ નોંધાયેલા છે. રવિવારે પોલીસે કીર્તિના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. રવિવારે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આથી સોમવારે ફરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાં તેના જામીન મંજૂર થયા છે. ધરપકડ વખતે ડરી ગયેલી કીર્તિએ પોતાનું મોઢું ઢાંકવાનું પોલીસને જણાવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *