શું તમે પણ સફળ થવા માંગો છો? તો શીખો દીપિકા પાદુકોણ પાસેથી આ 5 મહત્વની વાતો

શું તમે પણ સફળ થવા માંગો છો? તો શીખો દીપિકા પાદુકોણ પાસેથી આ 5 મહત્વની વાતો

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Deepika Padukone Way of life | બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. ‘ઓમ શાંતિ ઓમ’ થી શરૂ થયેલી ફિલ્મી સફર આજે વિશ્વના સૌથી મોટા મંચ સુધી પહોંચી છે. દીપિકા પાદુકોણની સફળતા પાછળ તેની મહેનત જેટલો જ ફાળો તેની વિચારધારાનો છે. તેણી ઘણા ખરાબ સમયમાંથી પસાર થઇ છે અને પોતાની જાતને સંભાળી ફરી ઉભી થઇ છે. જો તમે પણ જીવનમાં આગળ વધવા માંગો છો, તો દીપિકાના આ પાંચ લાઈફ લેસન્સ તમને ખૂબ ઉપયોગી થશે.

માનસિક સ્વાસ્થ્ય (Psychological Well being) ને પ્રાથમિકતા આપો

દીપિકા પાદુકોણ જ્યારે તેની કારકિર્દીના શિખર પર હતી ત્યારે તેણીએ સ્વીકાર્યું હતું કે તે ડિપ્રેશનનો શિકાર બની હતી. તેણે શીખવ્યું કે મદદ માંગવામાં કોઈ સંકોચ ન કરવો જોઈએ. જીવનમાં સફળતા ત્યારે જ ટકે છે જ્યારે તમે માનસિક રીતે મજબૂત હોવ.

શિસ્ત અને ખેલદિલી (Self-discipline)

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટનના સારા ખેલાડી હતા. એક સ્પોર્ટ્સ પર્સન (બેડમિન્ટન ખેલાડી) ની પુત્રી હોવાને કારણે દીપિકાના જીવનમાં શિસ્તનું ખૂબ મહત્વ છે. તે માને છે કે જો તમે તમારા કામ પ્રત્યે શિસ્તબદ્ધ છો, તો સફળતા મોડી તો મોડી પણ ચોક્કસ મળે જ છે.

નિષ્ફળતાથી ડરશો નહીં

દીપિકાની શરૂઆતની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી હતી અને તેના એક્ટિંગ પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ તેણે હાર માનવાને બદલે પોતાની સ્કીલ્સ પર કામ કર્યું અને ‘કોકટેલ’ જેવી ફિલ્મથી ટીકાકારોના મોં બંધ કરી દીધા. તે શીખવે છે કે ટીકાને પોતાની શક્તિ બનાવો. લોકોની વાતો પર ધ્યાન આપવાને બદલે કામ પર ફોકસ કરો. 

તમારી મૂળભૂત ઓળખ જાળવી રાખો

ગ્લોબલ સ્ટાર હોવા છતાં દીપિકા પાદુકોણ હંમેશા જમીન સાથે જોડાયેલી રહે છે. તે તેના પરિવાર અને સંસ્કારોને ખૂબ મહત્વ આપે છે. સફળતા ગમે તેટલી મળે, પણ જો તમે તમારા મૂળને ભૂલી જશો તો પતન નિશ્ચિત છે.

સતત શીખતા રહો (Steady Studying)

દીપિકા ક્યારેય એક જ પ્રકારના રોલમાં સીમિત રહી નથી. ‘પીકુ’ જેવી સાદી છોકરી હોય કે ‘પદ્માવત’ ની રાણી, તેણે હંમેશા નવું શીખવાનો પ્રયત્ન કર્યો છે. પરિવર્તનને સ્વીકારવું એ જ પ્રગતિની નિશાની છે. સમયની સાથે પોતાની જાતને અપડેટ કરતા રહો. 

આ સુપરહિટ ફિલ્મોએ દીપિકા પાદુકોણને બનાવી બોલિવૂડ ક્વિન



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *