વિધાનસભા ચૂંટણી :  કેરળ અને બંગાળ માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, સુવેન્દુ અધિકારી બે સીટોથી ચૂંટણી લડશે, નિમોમથી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ

વિધાનસભા ચૂંટણી : કેરળ અને બંગાળ માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, સુવેન્દુ અધિકારી બે સીટોથી ચૂંટણી લડશે, નિમોમથી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


BJP Candidate Record 2026 : ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ અને કેરળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોતાની યાદી જાહેર કરી છે. ભાજપે પશ્ચિમ બંગાળની પ્રથમ યાદીમાં 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 10 મહિલાઓના નામ સામેલ છે. બીજી તરફ કેરળની પ્રથમ યાદીમાં ભાજપે 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આ યાદીમાં ભાજપે ભવાનીપુર અને નંદીગ્રામથી સુવેન્દુ અધિકારી, રેજીનગરથી બાપન ઘોષ, બહેરામપુરથી સુબ્રત મિત્રા, ચકદહાથી બંકિમ ચંદ્ર ઘોષ, નૈહાટીથી સૌમિત્ર ચેટર્જી, ઉલુબેરિયા દક્ષિણથી સ્વામી મંગલાનંદ પુરી મહારાજ, પુરસુરાહથી બીમાન ઘોષ, મોયનાથી અશોક ડિંડા અને આસનસોલ દક્ષિણથી અગ્નિમિત્રા પોલને ટિકિટ મળી છે.

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં ભાજપના 47 ઉમેદવારોના નામ છે. કેરળ ભાજપના અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર નિમોમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પૂર્વ અધ્યક્ષ કે સુરેન્દ્રન મંજેશ્વર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 

ભાજપે કન્નુરથી સી રઘુનાથ, વડકારાથી દિલીપ ,નાદાપુરમથી વિપિન ચંદ્રનને મેદાનમાં ઉતાર્યા છે. ચર્ચિત પલ્લકડ વિધાનસભા બેઠક પરથી શોભા સુરેન્દ્રન અને ચેંગનુરથી ગોપકુમારને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનને ભાજપે કઝાકૂટ્ટમથી ટિકિટ આપી છે. પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનાર નવ્યા હરિદાસને પાર્ટીએ કોઝિકોડ ઉત્તરથી ટિકિટ આપી છે.

5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર; બંગાળમાં બે તબક્કામાં મતદાન, જાણો સંપૂર્ણ શિડ્યુલ

સીપીએમએ 81 ઉમેદવારોની યાદી જાહેર કરી

સીપીઆઈ (એમ) એ રવિવારે કેરળ વિધાનસભા ચૂંટણી માટે 81 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તેમના મંત્રીમંડળના 11 સભ્યો પ્રથમ યાદીમાં છે. વિજયન સીપીએમ પોલિટબ્યુરોના એકમાત્ર સભ્ય છે જે ચૂંટણી લડી રહ્યા છે. વિજયન ઉત્તર કન્નુર જિલ્લાના તેમના વિધાનસભા મત વિસ્તાર ધર્મદમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી કે.કે.શૈલજા કન્નુરના પરવુર મત વિસ્તારથી ચૂંટણી લડશે

કેરળની તમામ બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *