રશ્મિકાને લગ્નમાં એક દેવી જેવો લુક આપવામાં આવ્યો હતો. તેના દાગીનાના સેટમાં કુલ 11 ખાસ પીસ હતા, જેમાં ચોકર, મોટા ઝુમખા, માથાપટ્ટી, નથણી, કમર કંદોરો અને બાજુબંધનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંનેના દાગીનાનું વજન તોલામાં માપવાને બદલે કિલોગ્રામમાં હતું. રશ્મિકાની પારંપરિક ‘કોડવા સાડી’ પર આ કિંમતી ઘરેણાં તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. અંદાજ મુજબ, વિજયની સોનાની જ્વેલરી અને રશ્મિકાના 11 પીસના આ સેટની કિંમત કરોડો રૂપિયામાં હોઈ શકે છે. આ લગ્ન માત્ર બે હૃદયોનું મિલન જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને કલાનું અદભૂત પ્રદર્શન સાબિત થયા છે. (ફોટો-@rashmika_mandanna/Istagram)

