વાહ આને કહેવાય માણસાઈ! કેન્સરના કારણે છાત્રાના વાળ ખરી ગયા, તો આખી સ્કૂલમાં બધાએ મુંડન કરાવી નાખ્યું

વાહ આને કહેવાય માણસાઈ! કેન્સરના કારણે છાત્રાના વાળ ખરી ગયા, તો આખી સ્કૂલમાં બધાએ મુંડન કરાવી નાખ્યું

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ક્લાસના બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ એક સાથે મુંડાયેલા માથા સાથે ઊભા છે.

News18
News18

જોધપુર: સોશિયલ મીડિયા પર હાલમાં એક ભાવુક કરનારો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તેમની આંખો ભીની થઈ ગઈ અને માણસાઈ પરનો વિશ્વાસ વધારે મજબૂત થયો. આ વીડિયોમાં એક સ્કૂલના તમામ બાળકો અને શિક્ષક એક જ સાથે માથા પર મુંડન કરાવેલા દેખાઈ રહ્યા છે. પહેલી નજરમાં આ દ્રશ્ય ચોંકાવનારું લાગશે, પણ તેની પાછળનું કારણ સામે આવ્યા બાદ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા અનુસાર, આ વીડિયો જોધપુરનો હોવાનું કહેવાય છે, જ્યાં એક કેન્સર પીડિત વિદ્યાર્થિનીના જુસ્સાને વધારવા અને હિંમત આપવા માટે સ્કૂલે એકસાથે મળીને દાખલો બેસાડ્યો.

વીડિયો અનુસાર, સ્કૂલની આ છાત્રા કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે. સારવાર દરમિયાન કીમોથેરેપી બાદ તેના વાળ ખરી ગયા. જેના કારણે તે માનસિક રીતે ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગી. આ સ્થિતિમાં તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એવું પગલું ઉઠાવ્યું, જેનાથી ન ફક્ત એ છાત્રાનું મનોબળ વધ્યું પણ સમાજને પણ સંવેદનશીલ અને સહાનુભૂતિનો મેસેજ આપ્યો.

કેન્સર પીડિત છાત્રા માટે એકજૂટ થઈ આખી સ્કૂલ

કહેવાય છે કે જ્યારે છાત્રાના વાળ સારવાર દરમિયાન ખરી ગયા, તો તે ખુદને બાકી બાળકોથી અલગ અને નબળી અનુભવ કરવા લાગી. તેની માનસિક પીડાને સમજતા સ્કૂલના બાળકો અને શિક્ષકોએ સામૂહિક રીતે નિર્ણય લીધો કે તેઓ પણ પોતાનું માથું મુંડાવશે. તેનો ઉદ્દેશ્ય ખાલી એટલો હતો કે છાત્રાને એવો અહેસાસ ન થાય કે તે એકલી છે. જ્યારે છાત્રાએ પોતાના સહપાઠીઓ અને શિક્ષકોને પોતાની જેમ માથું મુંડાવતા જોયા તો તેનો આત્મવિશ્વાસ વધી ગયો અને ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

વીડિયોમાં દેખાયું ભાવનાત્મક દ્રશ્ય

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ક્લાસના બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ એક સાથે મુંડાયેલા માથા સાથે ઊભા છે. કોઈના ચહેરા પર સહાનુભૂતિ તો કોઈના ચહેરા પર ગર્વ જોવા મળતો હતો. આ દ્રશ્ય એ બતાવે છે કે સ્કૂલ ખાલી ભણવાની જગ્યા નથી, પણ ભાવનાત્મક ટેકો આપનારો પરિવાર પણ બની શકે છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને માણસાઈ, દોસ્તી અને સાચા શિક્ષણનું ઉદાહરણ ગણાવી રહ્યા છે.

જોધપુરનો વીડિયો હોવાનો દાવો

જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોધપુરનો હોવાનું કહેવાય છે. પણ સત્તાવાર રીતે હજુ સુધી સ્કૂલ અથવા પ્રશાસન તરફથી તેની પુષ્ટિ થઈ નથી. તેમ છતાં વીડિયોમાં દેખાઈ રહેલી ભાવના અને ઉદ્દેશ્યને લઈને કોઈને પણ શંકા નથી. આ પહેલ એક રીતે સકારાત્મક મેસેજ આપે છે. જે સૌ કોઈને વિચારવા મજબૂર કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *