વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પેન્સિલ ગળી ગયું બાળક

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પેન્સિલ ગળી ગયું બાળક

બ્લોગ BLOG
Spread the love



મહેસાણાના કડીમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા એક બાળક 5 સેન્ટીમીટર લાંબી પેન્સિલ ગળી ગયું. પરિવારને જાણ થતા જ બાળકને લઈને તરત જ હોસ્પિટલ દોડ્યા હતા. તબીબોએ તપાસ કરી તો સામે આવ્યું કે પેન્સિલ બાળકના પાચનતંત્રમાં જઈને અટવાઈ ગઈ હતી. ડોક્ટરોએ સર્જરીને બદલે એન્ડોસ્કોપી જેવી આધુનિક પદ્ધતિ અપનાવી અને ભારે જહેમત બાદ પેન્સિલને સફળતાપૂર્વક બહાર કાઢી લીધી. હાલ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. જોકે આ બનાવ દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે. નાના બાળકો રમે ત્યારે તેમની આસપાસની વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *