વરુણ ધવન ‘બોર્ડર 2’ના સેટ પર ઈજાગ્રસ્ત થયો, છતાં ચાલુ રાખ્યું શૂટિંગ; ભયાનક વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા!

વરુણ ધવન ‘બોર્ડર 2’ના સેટ પર ઈજાગ્રસ્ત થયો, છતાં ચાલુ રાખ્યું શૂટિંગ; ભયાનક વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા!

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

બોલિવૂડમાં હાલમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલી ફિલ્મોમાંની એક એટલે ‘બોર્ડર 2’. સન્ની દેઓલની આ આઇકોનિક ફિલ્મની સિક્વલમાં આ વખતે વરુણ ધવન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, જે વરુણ ધવનની તેની પ્રોફેશન કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. શૂટિંગ દરમિયાન વરુણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેણે કામ અટકાવ્યું નહીં.

'બોર્ડર-2' વરુણ ધવનના કરિયરની શાનદાર ફિલ્મ
‘બોર્ડર-2’ વરુણ ધવનના કરિયરની શાનદાર ફિલ્મ

કોઈપણ ફિલ્મના દ્રશ્યોને વાસ્તવિક બતાવવા માટે કલાકારો પોતાનો જીવ રેડી દેતા હોય છે અને, ઘણીવાર તેમને તેનું પરિણામ પણ ભોગવવું પડે છે. આ કોઈપણ કલાકાર માટે ગર્વની વાત અને સંપૂર્ણ ઈમાનદારીથી કરેલા કામનું પ્રમાણ છે. આવું જ કંઈક ‘બોર્ડર-2’માં વરુણ ધવન સાથે થયું, જે શૂટિંગ દરમિયાન સીનને પરફેક્ટ બનાવવાના ચક્કરમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તેમ છતાં તેણે પૂરી નિષ્ઠા સાથે આગળનું શૂટિંગ ચાલુ રાખ્યું. ‘બોર્ડર-2’ વરુણ ધવનના કરિયરની અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મોમાંથી એક છે.

વરુણ ધવને ‘બોર્ડર-2’ના પ્રમોશન દરમિયાન ઘણી વખત કહ્યું હતું કે, આ ફિલ્મને બનાવવા માટે દરેકે પોતાનો જીવ રેડી દીધો છે, પરંતુ હવે તેણે સોશિયલ મીડિયા પર તેનો પુરાવો પણ શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે ફાઇટિંગ સીનના શૂટિંગ દરમિયાન તેની કમરના નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ અને, હેરલાઇન ફ્રેક્ચર પણ થઈ ગયું, છતાં ટીમની મદદથી તે આગળનું શૂટિંગ ચાલુ રાખી શક્યો હતો.

વરુણ ધવને ફાઇટિંગ શૂટનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘બોર્ડર 2ના સેટ પર મને સૌથી ગંભીર ઈજા થઈ હતી. કેમેરા સાથે અથડાવાનું ટાળવાના પ્રયત્નમાં મારી ટેલબોન (કરોડરજ્જુનો છેડો) એક ખડક સાથે અથડાઈ ગઈ. આ અત્યાર સુધીનો સૌથી ભયાનક દુખાવો હતો. મારી ટેલબોનમાં હેરલાઇન ફ્રેક્ચર થઈ ગયું છે, જેમાંથી હું હજુ પણ બહાર આવી રહ્યો છું. તે દિવસે મારી ટીમે મને જે રીતે મદદ કરી, તે બદલ હું તેમનો આભારી છું. હું માંડ માંડ ચાલી શકતો હતો, તેમ છતાં અમે અમારી સફર ચાલુ રાખી હતી. આ સફર માટે હું ખુબ જ કૃતજ્ઞ છું.’

‘બોર્ડર-2’એ કેટલું કર્યું કલેક્શન

વીડિયોમાં વરુણ દુશ્મનો સામે લડતો જોવા મળી રહ્યો છે અને, આ દરમિયાન જ તેને આ ગંભીર ઈજા થઈ હતી. વીડિયો સામે આવ્યા પછી વરુણના ચાહકો તેના કામ પ્રત્યેના સમર્પણથી ખુશ થઈ ગયા છે અને, તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, ફિલ્મમાં વરુણનું કામ પ્રશંસનીય છે અને, આ ઈજા દર્શાવે છે કે, તેણે ‘બોર્ડર-2’ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મની રિલીઝ પહેલા વરુણને તેની એક્ટિંગ માટે ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, પરંતુ રિલીઝ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, અભિનેતાએ ફિલ્મમાં મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવીને તેમાં જીવ રેડી દીધો છે. ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે અને, ઘરેલુ સ્તરે 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *