Final Up to date:
ભરમૌરના ભરમાણી મંદિર નજીક વિક્ષિત રાણા અને પીયૂષ નામના બે યુવકો ગુમ થઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું કે ભીષણ ઠંડી અને ભારે બરફવર્ષાના કારણે તેઓ રસ્તામાં ફસાઈ ગયા હતા અને તેમના મોત થઈ ગયા હતા.
હિમાચલ પ્રદેશમાં જ્યાં બરફવર્ષાના કારણે માણસોનું બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે, ત્યાં એક અબોલ જાનવરની વફાદારીએ માણસાઈને નવી પરિભાષા આપી છે. ચંબા જિલ્લાના ભરમૌર વિસ્તારમાંથી સામે આવેલી આ ઘટનાએ સૌ કોઈની આંખો ભીની કરી દીધી છે. આ કહાની ભરમાણી મંદિર નજીકની છે, જ્યાં ભારે બરફવર્ષામાં ફસાયેલા બે યુવકોના મોત થઈ ગયા હતા.
જ્યારે ચાર દિવસ બાદ રેસ્ક્યૂ ટીમ ત્યાં પહોંચી તો એક કૂતરો પોતાના માલિકની લાશ પાસે આંટા મારી રહ્યો હતો. આ દ્રશ્ય એટલું માર્મિક હતું કે બચાવ ટીમના સભ્યો ખુદ રડવા લાગ્યા હતા.
જાણકારી અનુસાર, ભરમૌરના ભરમાણી મંદિર નજીક વિક્ષિત રાણા અને પીયૂષ નામના બે યુવકો ગુમ થઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું કે ભીષણ ઠંડી અને ભારે બરફવર્ષાના કારણે તેઓ રસ્તામાં ફસાઈ ગયા હતા અને તેમના મોત થઈ ગયા છે. વિસ્તારમાં હવામાન ખૂબ જ ખરાબ હતું, જેથી તરત મદદ પહોંચાડવી અશક્ય હતું.
જ્યારે ગામલોકો અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી, તો ત્યાં એક યુવકની લાશ બરફની મોટી પરત નીચે દબાયેલી મળી, જ્યાં બાજુ તેનો પાલતુ કૂતરો એ જ જગ્યા પર બેઠો હતો. ચાર દિવસ સુધી તેણે કશું ખાધું નહીં અને ત્યાંથી હટ્યો પણ નહીં. તેણે બર્ફીલા તોફાન અને જંગલી જાનવરોની વચ્ચે પોતાના માલિકની રક્ષા કરી.
वफादारी की मिसाल! ये VIDEO चंबा के भरमौर के भरमाणी मंदिर के ऊपर जंगल का है. 4 दिन से लापता 2 युवकों के शव मिले हैं. पीयूष के शव की 4 दिन तक कुत्ता निगरानी करता था. दोनों कैंपिंग के लिए गए थे. अब रेस्क्यू टीम ने कुत्ते को मौके से निकाला. #HimachalPradesh #dogday #Snowfall pic.twitter.com/TeLdVbupzR
— Vinod Katwal (@Katwal_Vinod) January 26, 2026
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર જંગલી જાનવરો માટે ઓળખાય છે. તેમ છતાં કૂતરો સતર્ક રહ્યો. તે ખાલી ઠંડીથી જ નહીં પણ કોઈ ખતરાથી પોતાના માલિકને બચાવતો રહ્યો. તે એ જ જગ્યાએ પહેરો આપતો રહ્યો, જેથી કોઈ ખતરો તેના માલિક સુધી આવી શકે નહીં.
જ્યારે રેસ્ક્યૂ ટીમ લાશને કાઢવા માટે આગળ વધી તો શરૂઆતમાં કૂતરો આક્રમક થઈ ગયો. તેને લાગ્યું કોઈ તેના માલિકને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઘણી વાર સુધી સમજાવ્યા બાદ તેને વિશ્વાસ થયો કે સામેના લોકો તેની મદદ માટે આવ્યા, ત્યારે જતાં તે પાછળ હટ્યો.
આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ભાવુક થઈ રહ્યા છે. વીડિયો જોઈ કેટલાય લોકો રડવા લાગ્યા હતા. ખુદ રેસ્ક્યૂ ટીમના સભ્યો પણ અબોલ જાનવરની વફાદારી જોઈ ભાવુક થઈ ગયા હતા. આ કહાની સાબિત કરે છે કે સાચી વફાદારી કોઈ શબ્દોની મોહતાજ નથી હોતી.
Jan 27, 2026 11:17 PM IST

