રાજ્યની વિવિધ શાળાઓ અને કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે. ગત 15 દિવસમાં સતત બીજી વખત કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાની કોર્ટને છેલ્લા 15 દિવસમાં સતત બીજી વખત ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા ન્યાય મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળતા જ કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. જો ઘટના અંગેની જાણકારી મળતા જ પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સતત બીજી વખત બોમબથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ 15 દિવસમાં બોમ્બની ધમકી અને બીજી તરફ વર્ષો બાદ બાર એસોસીયેશનના ચૂંટણી યોજાવાની ત્યારે વકીલ આલમમાં રોષની લાગણી ફેલાઈ હતી.
Source link
