Womens reservation Invoice : લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બિલ પાસ થઇ શક્યું નથી. ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ પર વિચાર કરવા પર મત વિભાજનમાં હા ના પક્ષમાં 298 મત અને 230 મત ના ના પક્ષમાં પડ્યા હતા. બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થઈ શક્યું ન હતું. બિલને વિચારણા માટે રજૂ કરવાના તબક્કે નકારી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે અન્ય બે બિલ આગળ ધપાવવામાં આવશે નહીં.
બિલના પક્ષમાં 298 મત પડ્યા અને વિરુદ્ધ 230 મત પડ્યા હતા
મહિલા અનામત સંબંધિત બિલ પર 528 મત પડ્યા હતા. આ બંધારણીય સુધારા બિલ હતું, જેને પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. તેથી બિલ પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ તેના પક્ષમાં 298 મત પડ્યા અને તેની વિરુદ્ધ 230 મત પડ્યા હતા.
બિલના પક્ષમાં પડેલા મતોની વાત કરીએ તો શાસક પક્ષને કુલ 293 સાંસદોનું સમર્થન હતું. જ્યારે તેમને પાંચ વધુ મત મળ્યા છે. જોકે મુખ્ય વિપક્ષી પક્ષો એક થયા અને બિલને જરૂરી બે-તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવા દીધું ન હતું.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું – ભારતના ચૂંટણી નકશાને બદલવાનો પ્રયત્ન
આ રીતે 2029ની લોકસભા ચૂંટણી અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવા સંબંધિત બંધારણ સુધારો બિલ શુક્રવારે સંસદના નીચલા ગૃહમાં પસાર થઈ શક્યો ન હતો. આ બિલની સાથે સરકારે પરિસીમન બિલ, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ, 2026 પણ ગૃહમાં ચર્ચા અને પસાર કરવા માટે રાખ્યા હતા, પરંતુ તે પણ આગળ વધારી શકાયા નહીં. એટલે હવે હાલ મહિલા અનામત પર બ્રેક લાગી ગયો છે.
