કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, Shadowfax Technologiesનું ગ્રે માર્કેટ પ્રીમિયમ નેગેટિવ ઝોનમાં આવી ગયું છે. જો કે, આ રિપોર્ટ્સની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને વાસ્તવિક લિસ્ટિંગ પ્રાઈસ GMP ટ્રેન્ડથી અલગ પણ હોઈ શકે છે.
IPO સંબંધિત વિગત
આ IPO 20થી 22 જાન્યુઆરી વચ્ચે સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. બેંગલુરૂ સ્થિત કંપનીએ તેના શેર માટે 118-124 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો હતો. ઈશ્યૂમાં 1,000 કરોડનું ફ્રેશ ઈશ્યૂ અને વર્તમાન શેરધારકો દ્વારા 907 કરોડનું ઓફર ફોર સેલ સામેલ હતું.
OFS હેઠળ ફ્લિપકાર્ટ ઈન્ટરનેટ, Eight Roads Investments Mauritius II Ltd, NewQuest Asia Fund IV, Nokia Development Companions IV, Worldwide Finance Company, Mirae Asset, Qualcomm Asia Pacific અને Snapdealના સંસ્થાપક Kunal Bahl તથા Rohit Kumar Bansalએ પોતાની હિસ્સેદારીનો એક ભાગ વેચ્યો છે.
ફ્રેશ ઈશ્યૂથી એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તાર, નવા ફર્સ્ટ માઈલ, લાસ્ટ માઈલ અને સોર્ટિંગ સેન્ટર માટે ભાડાની ચૂકવણી, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામગીરી, સંભવિત ઈનઓર્ગેનિક અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ જરૂરીયાતોને પૂરી કરવા માટે કરવામાં આવશે.
કયા મોટા-મોટા નામોનો સપોર્ટ?
Shadowfaxvs Flipkart, TPG, Eight Roads Ventures, Mirae Asset Ventures અને Nokia Development Funds જેવા દિગ્ગજ રોકાણકારોનું સમર્થન છે. સપ્ટેમ્બર 2025 સુધી કંપનીનું લોજિસ્ટિક્સ નેટવર્ક દેશભરમાં 14,578 પિનકોડ્સને કવર કરે છે.
કંપની ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ, ફૂડ માર્કેટપ્લેસ અને ઓન-ડિમાન્ડ મોબિલિટીમાં એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સને સેવા આપે છે. તેની મુખ્ય ઓફરોમાં એક્સપ્રેસ ફોરવર્ડ પાર્સલ ડિલિવરી, રિવર્સ લોજિસ્ટિક્સ, હાઇપરલોકલ અને ક્રિટિકલ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 26ના પહેલા છ મહિનામાં શેડોફેક્સની આવક આશરે ₹1,800 કરોડ હતી, જે વર્ષ-દર-વર્ષ 68percentનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 25 માં કંપનીની કુલ આવક ₹2,485 કરોડ હતી. ઈ-કોમર્સ એક્સપ્રેસ પાર્સલ સેગમેન્ટ કંપનીના કુલ આવકમાં આશરે 70% હિસ્સો ધરાવે છે, જ્યારે હાઇપરલોકલ અને ક્વિક કોમર્સ લોજિસ્ટિક્સ આવકમાં આશરે 20% હિસ્સો ધરાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
