લાઇવસ્ટ્રીમ કરી રહી હતી યુવતી, અચાનક ફોનનો બ્યૂટી ફિલ્ટર બગડ્યો અને 1 લાખ લોકોએ કરી દીધું અનફોલો!

લાઇવસ્ટ્રીમ કરી રહી હતી યુવતી, અચાનક ફોનનો બ્યૂટી ફિલ્ટર બગડ્યો અને 1 લાખ લોકોએ કરી દીધું અનફોલો!

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Social Media Viral Story: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે, ચીનની એક મહિલા ઈન્ફ્લુએન્સરે 1 લાખથી વધુ ફોલોઅર્સ ગુમાવી દીધા કારણ કે તેનો બ્યૂટી ફિલ્ટર ખરાબ થઈ ગયો હતો. જો કે, આ ન્યૂઝ અંગે જેટલા પણ દાવા થઈ રહ્યા છે, તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ થી રહ્યા છે. ત્યારે ખરેખર આવું બન્યું હતું તેવો દાવો કરી શકાય નહીં.

પ્રતિકાત્મક તસવીર (Image source - canva)
પ્રતિકાત્મક તસવીર (Picture supply – canva)

Social Media Viral Story: ડિજિટલ દુનિયા ખૂબ જ નકલી છે. ત્યાં હકીકત શું છે અને નકલી શું તે કોઈ નથી જાણતું. ઓનલાઈન આપણે જે કંઈ જોઈ રહ્યા હોય તે ખોટું પણ હોઈ શકે છે અને સાચું પણ. આ વાત અંગે ચીનની એક ઇન્ફ્લુએન્સરના વીડિયોના લીધે ચર્ચા શરૂ થઈ છે. ચીનની એક મહિલા ઇન્ફ્લુએન્સરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે મહિલા લાઇવસ્ટ્રીમ કરી રહી હતી, ત્યારે અચાનક તેના ફોનના બ્યૂટી ફિલ્ટરમાં ખામી આવી ગઈ અને ઓડિયન્સને તેનો વાસ્તવિક ચહેરો દેખાઈ ગયો. જે પછી તેના લગભગ 1 લાખ 40 હજાર જેટલા ફોલોઅર્સે તેના એકાઉન્ટને અનફોલો કરી દીધું. જો કે, આ એક વાઇરલ ન્યૂઝ છે અને ન્યૂઝ 18 ગુજરાતી આ સમાચારના સાચા હોવાની પુષ્ટિ કરતું નથી.

આ ન્યૂઝ અંગે જેટલા પણ દાવા સામે આવ્યા છે, તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી પોસ્ટ્સ દ્વારા જ મળ્યા છે, ત્યારે યુવતી સાથે ખરેખર આવું બન્યું હશે તેવો દાવો કરી શકાય નહીં. એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @sarcastic_us એ પણ આ યુવતી વિશે પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ પોસ્ટ્સ મુજબ, ઇન્ફ્લુએન્સર લાઇવસ્ટ્રીમ કરી રહી હતી, આ દરમિયાન થોડીક વાર માટે અચાનક તેનો બ્યૂટી ફિલ્ટર બંધ થઈ ગયો અને તેના ફોલોઅર્સે તેનો વાસ્તવિક ચહેરો જોઈ લીધો.

અચાનક ખરાબ થઈ ગયો બ્યૂટી ફિલ્ટર

લાઇવસ્ટ્રીમ દરમિયાન અચાનક ફિલ્ટર બંધ થઈ જતાં વ્યૂઅર્સને એક મહિલા જોવા મળી જેનો રંગ ડાર્ક હતો અને તેની ઉંમર પણ વધારે લાગી રહી હતી. જો કે, થોડી વારમાં જ ફિલ્ટર ફરી આવી ગયો અને ફરી એક સુંદર અને ગ્લોઇંગ સ્કિન વાળી મહિલા દેખાઈ જે જોવામાં યુવાન પણ લાગી રહી હતી. આ ક્લિપ અમુક સેકન્ડની જ છે, જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાઇરલ થઈ રહી છે અને દાવો કરાઈ રહ્યો છે કે, આ ઘટના બાદ મહિલાએ 1.4 લાખ ફોલોઅર્સ ગુમાવી દીધા.

લોકોની પ્રતિક્રિયા

હાલ મહિલાનો સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ કે તેના વિશે વધારે જાણકારી મળી નથી, પરંતુ લોકો વાઇરલ પોસ્ટ્સ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, ફિલ્ટર વગર પણ તેનો લૂક સારો લાગી રહ્યો છે, જ્યારે બીજા એક યુઝરે કહ્યું છે કે – તે સુંદર છે અને તેને ફિલ્ટરની જરૂર નથી. એક યુઝરે કહ્યું કે, તે આ પોસ્ટ જોઈને ચોંકી ઉઠ્યો જ્યારે એક યુઝરે કહ્યું કે, વાસ્તવિક ચહેરો પણ ખરાબ નથી, આ માત્ર લોકોની માનસિકતા દર્શાવે છે. આ પોસ્ટ હાલ ખૂબ ઝડપે વાઇરલ થઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *