લગ્નનાં 40 વર્ષ બાદ ગોવિંદા-સુનીતા છૂટેછેડા લેશે? પત્નીનાં આરોપથી કંટાળી ગયો એક્ટર, જાણો શું કહ્યું

લગ્નનાં 40 વર્ષ બાદ ગોવિંદા-સુનીતા છૂટેછેડા લેશે? પત્નીનાં આરોપથી કંટાળી ગયો એક્ટર, જાણો શું કહ્યું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને એની પત્ની સુનીતા આહુજાની વચ્ચે સતત વિવાદ વધતો જાય છે. સુનીતાએ ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. તો જાણો ગોવિંદાએ આ આરોપનું ખંડન કરતા શું કહ્યું.  

(Photo: Instagram @officialsunitaahuja)
(Picture: Instagram @officialsunitaahuja)

બોલિવૂડ હીરો ગોવિંદા અને સુનીતા આહૂજાનાં લગ્ન હાલમાં મુશ્કેલ સમયમાં હોય એવું લાગી રહ્યું છે. સુનીતાએ ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. સુનીતાએ એ પણ કહ્યું છે કે ગોવિંદાનાં દીકરા યશનું કરિયર બનાવવામાં મદદ કરી નથી. આ સાથે ગોવિંદાને દીકરાની પણ ચિંતા નથી. આમ, ગોવિંદાએ પણ પત્ની સુનીતાનાં આ આરોપો પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

સુનીતા માટે ગોવિંદાએ શું કહ્યું?

જ્યારે ગોવિંદાને સુનીતાનાં નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો એક્ટરે ANI  સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મેં કેટલી વાર લગ્ન કર્યાં છે? 40 વર્ષ થઈ ગયા, શું મેં 2-3 લગ્ન કર્યા છે? જે લોકો આટલી બધી વાર લગ્ન કરે છે એમને પત્નીઓ કંઈ બોલતી નથી અને લાઇફમાં મસ્ત ફરીને એન્જોય કરતા હોય છે. ફિલ્મ લાઇનમાં થતી આ બધી વાતોને પબ્લિક પ્લેસ પર કરવી જોઈએ નહીં.

ગોવિંદાએ આગળ જણાવ્યું કે, મારી પત્ની અને ભત્રીજા કૃષ્ણા અભિષેકનો ઉપયોગ મારી વિરુદ્ધ થઈ રહ્યો છે. ગોવિંદાએ કહ્યું, “બસ કૃષ્ણા અભિષેકનો ટીવી શો જોઈ લો, ત્યાં રાઇટર્સ એવી વાતો બોલાવડાવે છે કે જે મને અપમાનિત કરે. મેં એમને કહ્યું કે તારો ઉપયોગ કરીને મારી બેઇજ્જતિ કરવામાં આવી રહી છે. જ્યારે ગોવિંદાએ કૃષ્ણાને આ વિશે ચેતવણી આપી તો સુનીતા નારાજ થઈ જાય છે. આગળ એક્ટર કહે છે કે ખબર નથી આ લોકો એકબીજાથી ક્યારે નારાજ થાય છે અને ક્યારે ઠીક થાય છે. હું તો સાવ સીધો સાદો માણસ છું.”

બાળકોની મદદ કેમ ન કરી

સુનીતાએ કહ્યું હતું કે ગોવિંદાએ બાળકોનું કરિયર બનાવવામાં કોઈ મદદ કરી નથી. આ વિશે જવાબ આપતા એક્ટરે કહ્યું કે મારી ઓકાત જેટલી હતી એ હિસાબથી હું કામ કરી રહ્યો છું. પ્રોડ્યુસર્સ-ડાયરેક્ટર્સ સાથે બાળકોની વાત નથી કરતો. આ ઇન્ડસ્ટ્રી મારી ફેમિલી છે અને ત્યાંથી મેં પૈસા કમાયા છે. આ માટે આની પર કોઈને શક કરવાની જરૂર નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં સાવધાન રહેવું પડે છે, કારણકે આ વાતો એમ જ થતી નથી. લોકો મને ખોટો સાબિત કરવાની કોશિશ કરી રહ્યાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *