Final Up to date:
બે દિવસ પહેલા નરસિંહપુર બસ સ્ટેન્ડ પર બાઈક પર આવેલા બે યુવકો રાજેન્દ્ર લોધી અને અર્પિત સેન રસ્તે પસાર થતી શાળાની વિદ્યાર્થિનીઓ પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા.
નરસિંહપુર: મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાયમાં બે યુવકોને ભારે પડી ગયું. મજાકના નામ પર મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડનારા આ યુવકો આ વખતે પોલીસની ઝપટે ચડી ગયા, પછી જે રીતે સબક શીખવાડ્યો તે આખી જિંદગી યાદ રહેશે. બે યુવકોએ સ્કૂલની છોકરીઓ સાથે ગેરવર્તન કર્યું અને તેમનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવું એટલું ભારે પડ્યું કે હવે કાન પકડીને માફી માંગી રહ્યા છે.
હકીકતમાં જોઈએ તો, બે દિવસ પહેલા નરસિંહપુર બસ સ્ટેન્ડ પર બાઈક પર આવેલા બે યુવકો રાજેન્દ્ર લોધી અને અર્પિત સેન રસ્તે પસાર થતી શાળાની વિદ્યાર્થિનીઓ પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા. આ બંનેએ અભદ્ર હરકત તો કરી સાથે તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ બંનેનો ઉદ્દેશ્ય લાઈક્સ અને વ્યૂઝ મેળવવાનો હતો. પણ આ લાઈક્સ અને વ્યૂઝ બંને પર ભારે પડી ગયા.
જેવો આ બંનેનો વીડિયો વાયરલ થયો કે નરસિંહપુર એસપીના ધ્યાનમાં આવ્યો અને તરત પોલીસ એક્શનમાં આવી ગઈ. સ્ટેશનગંજ પોલીસ અને સાઈબર સેલની ટેકનિક મદદથી આરોપીઓને ડાંગીઢના ગામથી દબોચી લીધા. બાદમાં પોલીસે બંનેને સારી રીતે સબક શીખવાડ્યો. પોલીસે આ યુવકોની હેકડી કાઢી તેમના વાળ કાપી ચોટલીઓ બાંધી દીધી.
પોલીસે બંને આરોપીઓને માથા પર ઠેર ઠેર મુંડન કરી માથામાં ખાલી ચોટલીઓ રહેવા દીધી. આ બંને કાર્ટૂન જેવા લાગતા હતા. ત્યાર બાદ પોલીસે એ વિસ્તારમાં પગપાળા તેમનું જુલૂસ કાઢ્યું, જ્યાં આ છાત્રાઓને હેરાન કરતા હતા.
ત્યાર બાદ બંનેને કેમેરા સામે લાવવામાં આવ્યા, જ્યાં ધ્રુજતા અવાજમાં હાથ જોડીને માફી માગતા દેખાયા. જે રીલ દ્વારા પોતાની મર્દાનગી દેખાડી રહ્યા હતા. ધરપકડ બાદ એ સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમને માફીનામું આપવુ પડ્યું. ધ્રુજતા અવાજે હાથ જોડી બંને આરોપી કહેતા દેખાયા કે દીદી લોકો અમને જે ખરાબ કોમેન્ટ કરી, તેના માટે માફી માગીએ છીએ. આજ પછી ક્યારેય આવું નહીં કરીએ.

