રાહદારી પર તૂટી પડ્યો શ્વાન

રાહદારી પર તૂટી પડ્યો શ્વાન

વર્લ્ડ WORLD
Spread the love



રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. બાળકો અને વૃદ્ધો પર શ્વાન દ્વારા હુમલાઓ વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીમાં એક વીડિયો સામે આવ્યો જેને જોઈ રુવાંટા ઊભા થઈ જાય. કડીના રાજપુર ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. રસ્તા પર જતા રાહદારી પર શ્વાને અચાનક હુમલો કર્યો. રાહદાર પાસે બચાવ કરવા માટે કોઈ વસ્તુ કે લાકડી ન હતી, પણ તેની પાસે બરણી હોવાથી તેણે પોતાના બચાવ માટે પ્રયાસ કર્યા, પણ જાણે કે શ્વાને પહેલાથી જ નક્કી કરી લીધું હોય તેમ તેણે રાહદારીના હાથ પર બચકું ભરી લીધું. રાહદારી કંઈ વિચારે તે પહેલા શ્વાન પોતાનું કામ કરી નીકળી ગયું. ઈજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ સારવારમાં ખસેડાયો છે. આ ઘટનાના દૃશ્યો વિચલિત કરી શકે છે. સાથે વહીવટીતંત્રની બેદરકારીને ઉજાગર કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *