Final Up to date:
‘વારાણસી’ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2027માં 7 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે શું આ પ્રભાસની જેમ હિટ સાબિત થઈ શકશે?
ડાયરેક્ટર એસએસ રાજમૌલીની ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. બાહુબલીથી શરૂ થયેલો આ સિલસિલો આરઆરઆર સુધી ચાલતો રહ્યો છે. થોડા દિવસો પહેલાં એમની અપકમિંગ ફિલ્મ ‘વારાણસી’ની ઘોષણા કરવામાં આવી હતી. જો કે આ સમયે ફેન્સ ખુશ થઈ ગયા હતા. હવે ‘વારાણસી’ ફિલ્મને લઈને ઉત્સાહિત ફેન્સને જણાવી દઈએ કે આ મૂવી 7 એપ્રિલ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જો કે હવે જોવાનું એ રહ્યું કે બાહુબલીમાં જેમ પ્રભાસની કિસ્મત ચમકી હતી એમ મહેશ બાબુની પણ વારાણસી દ્વારા પેન ઇન્ડિયામાં પોતાનો જલવો બતાવી શકશે?
જાણો ફિલ્મનાં સ્ટારકાસ્ટ વિશે
ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં નજરે પડશે. આ સાથે જ પૃથ્વીરાજ સુકુમારન અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કહાની એક શિવ ભક્તની છે જે એક રહસ્યમયી મિશન પર નીકળે છે અને રસ્તામાં સતત એને ક્લૂ મળે છે. પરંતુ જેમ જેમ તે આ શોધ પૂર્ણ કરે છે, તેમ તેમ તેને ખબર પડે છે કે તેને આ મિશન શૈતાન દ્વારા સોંપવામાં આવ્યું છે, જે આખી દુનિયા પર રાજ કરવા માંગે છે. જો કે અત્યાર સુધી ફિલ્મની કહાની પૂરી રીતે સામે આવી નથી. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે જેમાં મહેશ બાબુનો એક લુક સામે આવ્યો હતો જેમાં શિવની સવારી નંદી પર બેઠા છે અને હાથમાં ત્રિશૂળ લીધું છે. આ સાથે જ એમનાં ચહેરા પર જોરદાર ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે.
પ્રિયંકા ચોપરાનો છે દમદાર રોલ
આ સાથે જ પ્રિયંકા ચોપરાની પણ દમદાર એક્ટિંગ છે. આ દિવસોમાં પ્રિયંકાએ એનો એક લુક શેર કર્યો હતો જેમાં સાડી પહેરી હતી અને હાથમાં બંદૂક જોવા મળી રહી છે. પ્રિયંકાનો આ ખાસ અંદાજ જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. લાંબા સમય પછી પ્રિયંકા હોલિવૂડથી ભારતીય ફિલ્મમાં જોવા મળશે.
1300 કરોડનું છે બજેટ
આમ, તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર રાજમૌલી એની ગ્રાન્ડ ફિલ્મો અને ભવ્ય વીએફએક્સ માટે જાણીતા છે. વારાણસી ફિલ્મનું બજેટ 1300 કરોડ રૂપિયા કરતા વધારે છે. આ દિવસોમાં પ્રિયંકા ચોપરાએ આની પુષ્ટિ કરી હતી.
South Thrikkaripur,Kasaragod,Kerala

