રાજકોટ: 76 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, યસ બેંકના સેલ્સ ઓફિસર સહિત 2 આરોપીઓ ઝડપાયા

રાજકોટ: 76 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, યસ બેંકના સેલ્સ ઓફિસર સહિત 2 આરોપીઓ ઝડપાયા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાજકોટમાં એક 76 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને તેની પાસેથી 1.14 કરોડ રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે યસ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવનાર સહિત વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો
રાજકોટમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો

રાજકોટ: શહેરમાં નિવૃત્ત શિક્ષકને બાર દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે 1.14 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરવાના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે યસ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવનારા સહિત વધુ બે આરોપીઓને હરિયાણાથી ઝડપી લીધા છે. અગાઉ આ ગુનામાં 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

એરપોર્ટ રોડ ઉપર પત્રકાર સોસાયટી નજીક એકજાન નગર સોસાયટીમાં રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષક કુરબાન વલીજી બદામીને ત્રણ મહિના અગાઉ મોબાઈલ ફોન પર કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે જીઓ ટેલિકોમમાંથી બોલે છે તેમ કહી, તેમના મોબાઈલ નંબરનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ અને સાયબર આતંકવાદમાં થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

નિવૃત્ત શિક્ષકે આવી કોઈ પ્રવૃત્તિમાં પોતે સંડોવાયેલા ન હોવાની વાત કરતાં થોડા સમય બાદ ‘મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ’ના નામે વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. વીડિયો કોલ પર પોલીસ વર્દી પહેરેલી વ્યક્તિએ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શંકર સુરેશ પાટિલ તરીકે ઓળખાવી શિક્ષક તથા તેમના પરિવારની વિગતો મેળવી હતી. આધારકાર્ડ નંબર લઈને આરોપીએ એવું જણાવ્યું હતું કે તેમના આધાર પરથી વિવિધ રાજ્યોમાં બેંક એકાઉન્ટ ખોલી મની લોન્ડરિંગ અને સાયબર ગુનામાં તેનો ઉપયોગ થયો છે.

આરોપીઓએ શિક્ષકને દસ વર્ષની સજા થવાની ભીતિ બતાવી ‘ફિઝિકલ એરેસ્ટ’ના બદલે ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા હોવાનું કહી સતત વીડિયો કોલ પર રાખ્યા હતા. સાથે જ તેમની તમામ સંપત્તિ શંકાના દાયરામાં હોવાનું કહી, પ્રોપર્ટી લિક્વિડેટ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં રકમ જમા કરાવવાની વાત કરી હતી. કેસ પૂર્ણ થયા બાદ વ્યાજ સહિત રકમ પરત મળશે એવી લાલચ પણ આપવામાં આવી હતી.

સાયબર ગેંગે વોટ્સએપ મારફતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તથા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરની સહી અને સિક્કા ધરાવતા નકલી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. ભયભીત થયેલા નિવૃત્ત શિક્ષકે પોતાના પેન્શન એકાઉન્ટમાંથી અને પત્નીના ખાતાઓમાંથી અલગ-અલગ તબક્કે કુલ 1.14 કરોડ રૂપિયાનું ટ્રાન્સફર કર્યું હતું. આ પછી પણ આરોપીઓએ વધુ નાણાંની માગ કરી અને પૈસા ન આપો તો વિદેશમાં રહેતી તેમની દીકરીઓને ભારત ડિપોર્ટ કરવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં કેનેડામાં રહેતી દીકરી ઈશરતે આ સમગ્ર મામલો ફ્રોડ હોવાનું કહી ફરિયાદ કરવાની સલાહ આપી હતી.

19 નવેમ્બર 2025ના રોજ નિવૃત્ત શિક્ષકે ટોલ ફ્રી નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. તાજેતરમાં ઝડપાયેલા આરોપીઓમાં હરિયાણાના શંકર સોહનલાલ રાજપૂત (ઉંમર 27) અને શુભમ રઘુવીરસિંહ (ઉંમર 30)નો સમાવેશ થાય છે. તપાસમાં ખુલ્યું છે કે શુભમ યસ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો અને શંકર રાજપૂતના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, તેમાં ફરિયાદી પાસેથી ફ્રોડ કરાયેલા લગભગ એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધ હાથ ધરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *