રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી મળી, કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી, એક્ટરે મુંબઈ પોલીસને તુરંત જાણ કરી

રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી મળી, કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી, એક્ટરે મુંબઈ પોલીસને તુરંત જાણ કરી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

એક્ટર રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી વાળી વોઈસ નોટ મોકલવામાં આવી છે. જેમાં તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. સમગ્ર મામલે એક્ટર દ્વારા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી છે.

એક્ટર રણવીર સિંહને મળી ધમકી
એક્ટર રણવીર સિંહને મળી ધમકી

નવી દિલ્હી: બોલિવૂડ સેલિબ્રિટીઓમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગનો કિસ્સો હજુ શાંત નથી પડ્યો ત્યાં વધુમાં ફરી રણવીર સિંહને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. રણવીર સિંહને વોટ્સએપ પર એક વોઈસ નોટ મળી છે. જેમાં તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. વોઈસ નોટ મોકલવા વાળા શખ્સે પોતાની ઓળખ બિશ્નોઈ ગેંગના સભ્ય તરીકે આપી છે.

જોકે આ મેસેજ મળતાની સાથે રણવીર સિંહે મુંબઈ પોલીસને જાણ કરી છે. આ બનાવને લઈને હાલ પોલીસ દ્વારા એક્ટરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગત 31 જાન્યુઆરીના રોજ રોહિત શેટ્ટીના ઘરની બહાર પણ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ઉઠ્યો હતો.

જે સમયે રોહિત શેટ્ટીના ઘરે હુમલો થયો ત્યારે તે ઘરમાં જ હતો. જોકે તેને કોઈ ઈજા નહોતી પહોંચી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની અને તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા આરોપીઓ દ્વારા ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઓના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી ચૂકી છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થઈ હતી જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. કેનેડામાં કપિલ શર્માના કાફે પર પણ ફાયરિંગ થયું હતું. આ સિવાય બરેલીમાં દિશા પટણીના ઘરે પણ ફાયરિંગ થઈ હતી. આ દરેક ફાયરિંગના કેસમાં બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુમાં ફરી બિશ્નોઈ ગેંગ દ્વારા હવે રણવીર સિંહને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *