Rakul Preet Singh Images: બોલીવુડની ફેશન આઇકોન રકુલ પ્રીત સિંહ જ્યારે પણ કોઈ નવો લુક શેર કરે છે, ત્યારે તે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ રકુલે તેના ઇન્સ્ટાગ્રામ પર ‘ઓલ બ્લેક’ (All Black) લુકમાં અત્યંત બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ શેર કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ‘બ્લેક મેજિક’ કર્યું છે.
રકુલ પ્રીત સિંહનો ઓલ બ્લેક અવતાર
આ લેટેસ્ટ ફોટોશૂટમાં રકુલે બ્લેક કલરનો અત્યંત સ્ટાઇલિશ અને ફિટિંગ આઉટફિટ પહેર્યો છે. આ મોનોક્રોમ લુકમાં રકુલની ટોન્ડ ફિગર અને ગ્રેસફુલ અદાઓ સ્પષ્ટપણે નિખરી રહી છે. રકુલની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થયા છે.
બોલ્ડ કટ્સ અને મિનિમલ મેકઅપ
રકુલના આ બ્લેક ડ્રેસમાં અનોખા કટ્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન જોવા મળે છે, જે તેને મોડર્ન લુક આપે છે. આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેણે ન્યૂડ મેકઅપ અને સ્લીક હેરસ્ટાઇલ પસંદ કરી છે, જે તેની સુંદરતામાં વધુ ચાર ચાંદ લગાવી જાય છે.
હાઈ-ગ્લોસ ફેશન અને કોન્ફિડન્સ
તસવીરોમાં રકુલનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે. દરેક ક્લિકમાં તે અલગ-અલગ ડાર્ક અને ડ્રામેટિક એક્સપ્રેશન્સ આપતી જોવા મળે છે. ફેન્સ આ તસવીરો પર “Black Magnificence” અને “Gorgeous” જેવી કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
રકુલ પ્રીત સિંહ વિશે જાણવા જેવું
રકુલ પ્રીત સિંહ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. જે મુખ્યત્વે દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.
- જન્મ : 10 ઓક્ટોબર 1990, નવી દિલ્હી
- માતા-પિતા : કુલવિંદર સિંહ અને રાજેન્દર સિંહ
- પતિ : જેકી ભગનાની
- લગ્ન : 21 ફેબ્રુઆરી 2024
- ઉંચાઇ : 5 ફૂટ 6 ઇંચ
- પુરસ્કાર : નાના મોટા 24 એવોર્ડ જીતી ચુકી છે.
- સ્પોર્ટ્સ : રકુલ ગોલ્ફ ખેલાડી છે અને તે નેશનલ પણ રમી ચુકી છે.
Chetak Screen Awards 2026 । ધુરંધરે બાજી મારી! 14 ચેતક સ્ક્રીન એવોર્ડ્સ જીત્યા
રકુલ પ્રીત સિંહ અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તેણી રામાયણમાં દેખાવાની છે.

