‘રંગ બરસે’ વગર હોળીનાં તહેવારની મજા છે અધૂરી, શું તમે જાણો છો અમિતાભ-રેખાનાં આ ક્લાસિક ગીતની સ્ટોરી?

‘રંગ બરસે’ વગર હોળીનાં તહેવારની મજા છે અધૂરી, શું તમે જાણો છો અમિતાભ-રેખાનાં આ ક્લાસિક ગીતની સ્ટોરી?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમિતાભ બચ્ચન અને રેખાની ‘સિલસિલા’ મૂવીનું ગીત ‘રંગ બરસે ભીગ ચૂનરવા વાલી’ આજે પણ હોળીનાં તહેવાર પર વગાડવામાં આવે છે. આ ક્લાસિક સોન્ગની કહાની તેટલી જ રસપ્રદ છે. તો જાણો તમે પણ.

હોળીનાં તહેવાર પર આ સોન્ગ ખાસ વગાડવામાં આવે છે.
હોળીનાં તહેવાર પર આ સોન્ગ ખાસ વગાડવામાં આવે છે.

હોળી આવતાં જ બોલિવૂડનાં સોન્ગ યાદ આવી જાય છે. બોલિવૂડનાં અનેક ગીતો એ હોળીનાં તહેવારની પરિભાષા બદલી દીધી છે. રંગ બરસે ભીગે ચુનરવાલી, રંગ બરસે…આ ગીત હોળીનાં દિવસોમાં ખાસ ફેમસ થઈ જાય છે. 1981 માં રિલીઝ થયેલી યશ ચોપરાની ફિલ્મ ‘સિલસિલા’ નું આ સોન્ગ આજે પણ હોળી પર લોકો ખાસ વગાડતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આ હિટ ગીત અમિતાભ બચ્ચનનાં પિતા હરિવંશ રાય બચ્ચને લખ્યું હતું?

આ સોન્ગની સૌથી મોટી ખાસિયત એ છે કે અમિતાભ બચ્ચને પોતે આ ગીતમાં અવાજ આપ્યો હતો. ગીતનાં શબ્દો અમિતાભ બચ્ચનનાં પિતા હરિવંશ રાય બચ્ચને લખ્યાં છે અને સાથે સંગીત શિવ-હરી (પંડિત શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા) એ આપ્યું હતું. આ ગીત આજે પણ હોળીનાં તહેવાર પર વગાડીને લોકો ઉત્સવ મનાવતા હોય છે.

આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે આ ગીત અસલમાં રાજસ્થાનનાં લોક ભજન પર આધારિત છે. માનવામાં આવે છે કે આ ગીતની ધૂન અને બોલ મીરાનાં ભજનથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રેખાએ પ્રેમીની ભૂમિકા નિભાવી હતી. આ કારણે તે સમયે અફવાઓએ જોર પકડ્યું હતું કે રિયલ લાઇફમાં પણ બન્નેની વચ્ચે કંઈક આવું જ હશે. આમ, હોળીનાં આ સોન્ગમાં બન્નેની કેમેસ્ટ્રી ગજબની જોવા મળે છે.

જોતી રહી ગઈ હતી જયા બચ્ચન

‘સિલસિલા’ માં જયા અને રેખા પહેલીવાર સાથે સ્ક્રીન પર આવ્યા હતા. હોળી સીનમાં અમિતાભ રેખાને રંગ લગાવે છે, જ્યારે જયા (શોભા) પાસે ઊભી રહીને જુએ છે. આ સીન ફિલ્મની કહાનીનો હિસ્સો છે, પરંતુ રિયલ લાઇફમાં જયા માટે ભાવનાત્મક રીતે મુશ્કેલ સાબિત થયું હશે. રિપોર્ટ્સ અનુસાર આ સીન દરમિયાન જયા ચૂપચાપ આ બધું જોતી રહી હતી.

રાજ કપૂરના કહેવા પર અમિતાભે ગીત ગાયું હતું

રાજ કપૂરના આરકે સ્ટુડિયોની હોળી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ રહી છે, એ તો બધા જાણે છે. પરંતુ અહીં માત્ર હોળીની મજા જ ન હતી, પરંતુ અહીં ઘણા લોકોની કારકિર્દીને પણ સહારો મળ્યો હતો. અમિતાભ બચ્ચન પણ તેમાંથી એક છે. આરકે સ્ટુડિયોમાં હોળીની મસ્તી વચ્ચે ઘણા નવા કલાકારોને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા દિગ્ગજ કલાકારો સામે તેમની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *