Final Up to date:
બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં તેના જીવનના સૌથી સુંદર તબક્કા એટલે કે ‘મધરહુડ’નો આનંદ માણી રહી છે. વર્ષ 2024માં પતિ રણવીર સિંહ સાથે દીકરી દુઆ પાદુકોણ સિંહનું સ્વાગત કર્યા બાદ દીપિકાએ એક્ટિંગમાંથી થોડો સમય બ્રેક લીધો છે. પરંતુ તે ફરી એકવાર પડદા પર આવવાની તૈયારી કરી રહી છે, અને તે અપકમિંગ ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. ત્યારે હાલનાં એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ પોતાની આ નવી સફર વિશે ભાવુક વાતો શેર કરી છે.
બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં તેના જીવનના સૌથી સુંદર તબક્કા એટલે કે ‘મધરહુડ’નો આનંદ માણી રહી છે. વર્ષ 2024માં પતિ રણવીર સિંહ સાથે દીકરી દુઆ પાદુકોણ સિંહનું સ્વાગત કર્યા બાદ દીપિકાએ એક્ટિંગમાંથી થોડો સમય બ્રેક લીધો છે. પરંતુ તે ફરી એકવાર પડદા પર આવવાની તૈયારી કરી રહી છે, અને તે અપકમિંગ ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. ત્યારે હાલનાં એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ પોતાની આ નવી સફર વિશે ભાવુક વાતો શેર કરી છે.
દીપિકા પાદુકોણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે, આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. ફિલ્મોની સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ઘણી ચર્ચાઓ થતી રહી છે. આ દરમિયાન દીપિકાએ એક નવા ઇન્ટરવ્યુમાં તેના ‘મધરહુડના સમય’ની ઝલક બતાવી, જે જોઈને ફેન્સ પણ ઇમોશનલ થઈ ગયા હતા. આ ઇન્ટરવ્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા જણાવી રહી છે કે તેની દીકરી દુઆ તેનું સૌથી મોટું ‘ઓબ્સેશન’ છે. દીપિકા પાદુકોણે પોતાની દીકરી દુઆ પાદુકોણ સિંહ વિશે ખુલીને વાત કરી હતી, અને કહ્યું હતું કે, મારી દીકરી દુઆ જ હવે મારું સર્વસ્વ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જ્યારે દીપિકાને તેના વર્તમાન ‘ઓબ્સેશન’ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો. તેણે કહ્યું હતું કે, ‘હાલનું નહીં, પણ હું આમાંથી ‘હાલનું’ શબ્દ કાઢી નાખવા માંગુ છું. હંમેશા મારું ઓબ્સેશન મારી દીકરી દુઆ જ છે.’ દીપિકાના આ જવાબ પરથી સ્પષ્ટ જણાય છે કે, તેની દીકરી આસપાસ જ તેની આખી દુનિયા છે. ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાને તેની હેન્ડબેગમાં રહેલી સૌથી વિચિત્ર વસ્તુ વિશે પૂછવામાં આવ્યું હતું. હસતા હસતા દીપિકાએ જવાબ આપ્યો કે, હાલમાં મને મારી બેગમાંથી એક થેપલાનો ટુકડો મળ્યો! ખરેખર દુઆ થેપલું ખાઈ રહી હતી અને, તેનો એક નાનકડો ટુકડો મારી બેગમાં રહી ગયો હતો, જે મને બે દિવસ પછી મળ્યો હતો. આ કિસ્સો દર્શાવે છે કે, એક સુપરસ્ટાર હોવા છતાં દીપિકા અત્યારે એક સામાન્ય માતાની જેમ પોતાની દીકરીની સંભાળમાં વ્યસ્ત છે.
દીપિકાએ આ ચર્ચા દરમિયાન જણાવ્યું કે, જો તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ન હોત, તો તે શું હોત. તેણે કહ્યું કે, તેને ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં ખૂબ રસ છે, તેથી તે કદાચ ઈન્ટિરિયર ડિઝાઈનર હોત. વધુમાં તેણે મજાકમાં ઉમેર્યું કે, મારા પતિ રણવીર સિંહનું માનવું છે કે, હું એક સારી વકીલ બની શકી હોત. મધરહુડની એક સુંદર લાગણી શેર કરતા દીપિકાએ જણાવ્યું કે, તેને પોતાની દીકરી પ્રત્યે સતત પ્રેમ વ્યક્ત કરવો ખૂબ ગમે છે. તેણે કહ્યું કે, તે આજકાલ તેની બાળકીને ખૂબ જ વધારે ‘આઈ લવ યુ’ કહી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ દીપિકાના વખાણ કરી રહ્યા છે, એક યૂઝરે લખ્યું હતું કે, માતૃત્વએ દીપિકાને વધુ આત્મવિશ્વાસુ બનાવી દીધી છે. તો બીજાએ કહ્યું હતું કે, કેટલી સુંદર માતા છે, અને તેના માટે દીકરીથી વધુ કોઈ નથી. અન્ય ફેન્સે કહ્યું કે, તે તેના મધરહુડ ફેઝમાં જેટલી પ્રેમથી ભરેલી, ખુશ અને શાંત દેખાઈ રહી છે તે ખરેખર અદભૂત છે.
આ પહેલા દીપિકા અને રણવીરે દિવાળીના અવસરે પોતાની દીકરી દુઆની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. દુઆની પહેલી ઝલક જોયા પછી ફેન્સ તેના પાછળ પાગલ થઈ ગયા છે. ત્યારથી એક્ટ્રેસ અવારનવાર ઇન્ટરવ્યુમાં તેની દીકરીનો ઉલ્લેખ કરતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે અલ્લુ અર્જુન અને એટલીની આગામી ફિલ્મ પણ છે.

