મારા વ્હાલા પતિ, હું તમને બહું પ્રેમ કરુ છું: રશ્મિકા અને વિજયના લગ્નની તસવીરો સામે આવી, સાથે લખી ભાવુક પોસ્ટ

મારા વ્હાલા પતિ, હું તમને બહું પ્રેમ કરુ છું: રશ્મિકા અને વિજયના લગ્નની તસવીરો સામે આવી, સાથે લખી ભાવુક પોસ્ટ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ઉદયપુરમાં થયેલી આ ફિલ્મી કપલના લગ્નની તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને હવે તે ખતમ થઈ ગઈ છે. રશ્મિકા અને વિજયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા એક ભાવુક નોટ પણ લખી છે.

Rashmika Mandanna and Vijay Deverakonda
Rashmika Mandanna and Vijay Deverakonda

Rashmika Mandanna and Vijay Deverakonda wedding ceremony pictures: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આજે લગ્નના બંધને બંધાઈ ગયા છે. ઉદયપુરમાં થયેલી આ ફિલ્મી કપલના લગ્નની તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને હવે તે ખતમ થઈ ગઈ છે. રશ્મિકા અને વિજયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા એક ભાવુક નોટ પણ લખી છે.

છેલ્લા બે દિવસથી ઉદયપુરની હોટલ આઈટીસી મેમેંટોસમાં લગ્ન ચાલી રહ્યા હતા. ગત રોજ હલ્દી સેરેમની ધૂમધામથી મનાવવામાં આવી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે લગ્નની તસવીરો પણ સામે આવી ગઈ છે. આ તસવીરો શેર કરતા રશ્મિકા મંદાનાએ એક ભાવુક કેપ્શન પણ લખ્યું છે.

જેમાં રશ્મિકા મંદાનાએ લખ્યું છે કે પ્રેમાળ લોકોને નમસ્કાર, હું આપનો પરિચય મારા પતિ સાથે કરાવવા માગું છું. મિસ્ટર વિજય દેવરકોંડા. એવા માણસ જેમણે મને સાચો પ્રેમ કરવાનું શીખવાડ્યું. એ માણસ જેણે મને શાંતિની માફક રહેવાનું શીખવાડ્યું. એક એવો માણસ જેણે મને શીખવાડ્યું કે મોટા સપના જોવા કોઈ ખોટી વાત નથી. સાથે જ એ અનુભવ કરાવ્યો કે હું કંઈ પણ કરી શકું છું. મારા પર મારા કરતા પણ વધારે વિશ્વાસ કરવો. એ માણસ જેણે મને ક્યારેય બેફિકર થઈને ડાન્સ કરતા રોકી નથી. એ માણસ જેણે મને મિત્રો સાથે યાત્રા કરવાનું શીખવાડ્યું અને વિશ્વાસ કરો, હું આ માણસ પર એક પુસ્તક લખી શકું છું. હું એ મહિલા બની ગઈ છું જેનું મેં હંમેશા સપનું જોયું હતું. કેમ કે તમે જ મને આજે તે બનાવી છે. હું સાચે જ ખૂબ જ ભાગ્યશાળી છું. વિજ્જુ, તમારા માટે દિલમાં જે ભાવનાઓ છે, તેને રજૂ કરવા માટે મારી પાસે શબ્દો ઓછા પડી જાય છે. મેં હંમેશા તમને આ કહ્યું છે, પણ તમને ખબર છે, અચાનક મારી બધી જ ઉપલબ્ધિઓ, સંઘર્ષ, ખુશીઓ, દુખ, આનંદ, જિંદગી-બધું જ હવે વધારે મહત્વ ધરાવે છે. કેમ કે તમે મારી સાથે છો. આ બધાની સાક્ષી..આ બધાનો સૌથી મોટો ભાગ. હું તમારી પત્ની બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તમારી પત્ની બનવા માટે, તમારી પત્ની કહેવડાવવા માટે, હવે તો પાર્ટીનો આખો માહોલ છે. ચાલો સાથે મળીને સૌથી શાનદાર જિંદગી જીવીએ. હું તમને પ્રેમ કરું છું.

આપને જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા છેલ્લા 6 વર્ષથી પણ વધારે સમયથી પાક્કા મિત્ર છે. બંનેએ સાથે એક ફિલ્મ પણ કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે બંનેની જોડી જમાવી દીધી અને ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. ત્યાર બાદ બંનેની દોસ્તી થઈ ગઈ અને દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. બંને લગ્ન પહેલા થોડો સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. બંને હંમેશા એક સાથે રજાઓ માણતા હતા. બંનેના એક સાથે વેકેશનના ફોટો પણ સામે આવ્યા હતા. હવે આ બંને સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયા છે. રશ્મિકા અને વિજયને તેમના લગ્ન માટે અનેકો શુભકામનાઓ મળી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *