માત્ર 5 મિનિટમાં બનાવો ધાબા સ્ટાઇલ દહીં તિખારી, આ રહી સિક્રેટ રેસીપી

માત્ર 5 મિનિટમાં બનાવો ધાબા સ્ટાઇલ દહીં તિખારી, આ રહી સિક્રેટ રેસીપી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | ઉનાળો | રેસીપી | ઉનાળાનું આગમન થઇ ગયું છે, આ ઋતુમાં અસહ્ય ગરમી પડવાને લીધે શરીર જલ્દીથી ડિહાઈડ્રેટેડ થઇ જાય છે, પરસેવો થવો, લૂ લાગવી, તડકામાં નીકળતા ચક્કર આવવા વગેરે સમસ્યાઓ થઇ શકે છે એવામાં આ સીઝનમાં ડાયટમાં ફેરવાર કરવો ખુબજ જરૂરી બની જાય છે.

ઉનાળામાં દહીંનું સેવન ગુણકારી માનવામાં આવે છે, તે તડકામાં બોડી હાઈડ્રેટેડ રાખવામાં અને શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે, તેથી અહીં  દહીં તિખારી અથવા દહીં તડકા રેસીપી શેર કરી છે, જે બધાને ભાવશે અને જલ્દી પણ બની જશે 

દહીં તડકા રેસીપી 

સામગ્રી

1 વાટકી દહીં
1 ચમચી ઘી
1/4 ચમચી હિંગ
1/2 ચમચી જીરું
2 ડાળી મીઠો લીમડો 
2-3 લસણની કળી
સમારેલા 2 લીલા મરચાં
સમારેલ 1 ડુંગળી
સમારેલા 1/2 ચમચી હળદર પાવડર
1/2 ચમચી લાલ મરચાં પાવડર
સ્વાદ મુજબ મીઠું
1/4 ચમચી ખાંડ
ફ્રેશ કોથમીર 

Advertisment

Screen Awards Banner

દહીં તડકા બનાવાની રીત 

સૌ પ્રથમ ડુંગળી, લીલા મરચાં અને લસણને બારીક કાપો અને બાજુ પર રાખો, હવે એક પેનમાં ઘી, જીરું, મીઠો લીમડો, લસણ, લીલા મરચાં, ડુંગળી ઉમેરો, 2 મિનિટ માટે સાંતળો. 

હવે એમાં બધા મસાલા નાખીને, મીઠું અને ખાંડ ઉમેરો અને ગેસ બંધ કરો, થોડું ઠંડુ થાય એટલે દહીં ઉમેરો, મિક્સ કરો અને ફ્રેશ કોથમીર ઉમેરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *