ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉતારા મંડળ સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજાઈ. જેમાં મેળાની તૈયારીની સમીક્ષા કરી હતી. આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી તમામ વાહનો પર પ્રવેશબંધી મુકાઈ છે. ગિરનાર દરવાજા અને ભરડાવાવ પાસેથી તમામ વાહનોને રોકી દેવાશે અને ત્યાંથી જ મેળો શરૂ થશે. મેળામાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બસની ફાળવણી કરવામાં આવશે. પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થાઓ રહેશે 25 જેટલી જગ્યાએ પાર્કિંગ પોઇન્ટ ગોઠવાયા છે.
Source link
