મહાકાય ક્રેનમાં લાગી ભીષણ આગ

મહાકાય ક્રેનમાં લાગી ભીષણ આગ

ધર્મ RELIGION
Spread the love



દ્વારાકાના ખંભાળિયામાં રોડ પર મહાકાય ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર ક્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. ધતુરીયા ગામના પાટીયા પાસે ક્રેન વીજળીના તારને અડી જતા શોર્ટ સર્કિટ થયો અને અચાનક આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગ વિકરાળ બની અને આખી ક્રેન ભડ ભડ સળગવા લાગી. આગ લાગવાના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. જે દૂર દૂર સુધી દેખાયા. આકાશ કાળા ધુમાડાઓથી છવાઈ ગયું. તો બીજી તરફ ખંભાળિયા પોરબંદર હાઇવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગથી ક્રેનને મોટું નુકસાન થયું છે. આગ કાબૂમાં આવતા થોડા કલાકો બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *