આ વર્ષે IPLમાં શ્રેયસ પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસ અય્યરે ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં કહ્યું, ‘મને વ્યક્તિગત રીતે લાગ્યું કે IPL જીત્યા પછી મને અપેક્ષા મુજબની ઓળખ મળી નથી. પરંતુ દિવસના અંતે, જ્યાં સુધી તમારામાં આત્મસન્માન હોય અને તમે યોગ્ય કાર્ય કરતા રહો, તે જ સૌથી મહત્વનું છે. હું આ કરતો રહ્યો.’