Final Up to date:
બાળકીની માએ જણાવ્યું કે, હું ખાલી બાળકીને ખોળામાં લઈને બેઠી હતી. અચાનક વાનર આવ્યો અને ઝપટ મારી બાળકીને લઈને ભાગી ગયો.
Janjgir-Champa Information: છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લામાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં વાનરે 15 દિવસની માસૂમ બાળકીને તેની માતાના ખોળામાંથી ઉઠાવી કૂવામાં જઈને ફેંકી દીધી. આ ઘટના સિવની ગામની છે. ગામમાં એક મહિલા તેની બાળકીને લઈને બેઠી હતી, ત્યારે અચાનક એક મોટો વાનર આવ્યો અને બાળકીને ઝપટ મારીને છીનવીને ભાગી ગયો. વાનર બાળકીને લઈને ભાગ્યો અને ગામમાં આવેલા એક ખુલ્લા કૂવામાં ફેંકી દીધી.
જ્યાં સુધીમાં લોકોને કંઈ સમજાય, વાનર બાળકીને લઈને ભાગ્યો. મા ચીસો પાડવા લાગી તો આજુબાજુના લોકો દોડ્યા. બાળકીની શોધ શરુ કરી. કૂવામાં અમુક લોકોએ જોયું તો તેમાં બાળકી ઉપર તરતી દેખાઈ. લગભગ 10 મિનિટ સુધી બાળકી પાણીમાં જ રહી. ગામમાં અફરાતફરી મચી ગઈ. મોટી સંખ્યામાં લોકો કૂવા પાસે આવી ગયા. અમુક લોકો દોરડા અને ડોલની મદદથી પાણીમાં ઉતર્યા અને બાળકીને હેમખેમ બહાર કાઢી.
લગભગ 10-15 મિનિટ સુધી પાણીમાં રહેવાના કારણે બાળકી બેભાન થઈ ગઈ હતી. હકીકતમાં બાળકી પાણીની સપાટી પર તરતી રહી હતી. તેનું કારણ ડાયપર હતું. માએ બાળકીને ડાયપર પહેરાવ્યું હતું, જેના કારણે તે પાણીમાં ડૂબી શકી નહીં. ડાયપર તેના માટે લાઈફ જેકેટનું કામ કર્યું. આ જ કારણે બાળકીનું રેસ્ક્યૂ પણ ઝડપી થઈ શક્યું. જો કે બહાર આવ્યા બાદ બાળકી બેભાન હોવાથી પરિવારની હાલત ખરાબ થઈ ગઈ, એ સમયે ગામની નર્સ ત્યાં આવી.
નર્સે બાળકીને સીપીઆર આપ્યું. સીપીઆર આપતા જ બાળકીના શ્વાસ પરત આવ્યા. ત્યારે લોકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો. ત્યાર બાદ તરત બાળકીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે જણાવ્યું કે બાળકીની હાલત હવે સ્થિર છે. યોગ્ય સમય પર તેનું રેસ્ક્યૂ અને સીપીઆરના કારણે તેનો જીવ બચી શક્યો. હાલમાં બાળકી હોસ્પિટલમાં દાખલ છે.
બાળકીની માએ જણાવ્યું કે, હું ખાલી બાળકીને ખોળામાં લઈને બેઠી હતી. અચાનક વાનર આવ્યો અને ઝપટ મારી બાળકીને લઈને ભાગી ગયો. બધું જ અચાનક થઈ ગયું. ભગવાનનો આભાર કે દીકરી સુરક્ષિત છે. તો વળી ગ્રામજનોનું કહેવું છે કે વિસ્તારમાં વાનરનો આતંક વધી રહ્યો છે. જંગલમાં વૃક્ષો કપાતા માનવ વસવાટ તરફ વાનરો ઘુસી આવ્યા છે.

