Final Up to date:
યુરોપિયન સંઘમાં વિદેશી મામલા અને સુરક્ષા નીતિ માટે ઉચ્ચ પ્રતિનિધિ કાઝા કલ્લાસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત સાથે થયેલી ટ્રેડ ડિફેન્સ ડીલ પર વાત કરી.
બ્રુસેલ્સ: ભારત અને યુરોપિયન યુનિયન (EU)ની વચ્ચે ભારત મંડપમમાં ઐતિહાસિક ડીલ સાઇન થઈ ગઈ છે. ભારતે 97 ટકા યુરોપિયન સામાન પર ટેક્સમાં ભારે કાપ મૂકી દીધો છે. પીએમ મોદીએ તેને વિશ્વની સૌથી પ્રભાવશાળી ડીલ ગણાવી છે. વિદેશી કારો, વાઇન પર ટેક્સ લગભગ નહીંવત્ થઈ ગયો છે અને પ્રોસેસ્ડ ફૂડ પર તો ટેક્સ ખતમ કરી દીધો છે. એ એલાન પીએમ મોદીએ કર્યું તો આખી દુનિયામાં હલચલ મચી ગઈ. આ ડીલ દરમિયાન EU લીડર્સે પીએમ મોદી પાસેથી બીજી એક ભલામણ કરી. આ એવું કામ છે, જેને ટ્રમ્પ પણ તમામ કોશિશો બાદ પૂરું કરી શક્યા નથી.
યુરોપિયન સંઘમાં વિદેશી મામલા અને સુરક્ષા નીતિ માટે ઉચ્ચ પ્રતિનિધિ કાઝા કલ્લાસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત સાથે થયેલી ટ્રેડ ડિફેન્સ ડીલ પર વાત કરી. તેમણે કહ્યું કે, અમે ડીલ ફાઇનલ કરવામાં સમય લઈએ છીએ, પણ જ્યારે એક વાર કરી લઈએ છીએ તો પછી તેને નિભાવીએ છીએ. આ દરમિયાન કેટલાય યુરોપિયન દેશોના રાજદૂત હાજર હતા. અમેરિકા તરફથી મળતી સિક્યોરિટી તળિયે જતી જોઈ EUએ ભારત તરફ હાથ લંબાવ્યો છે. તેના પર કાઝાએ બોલતા કહ્યું કે હાલના સમયમાં અમે રશિયા તરફથી એવા ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે, જે અમારા અસ્તિત્વ માટે પડકાર છે. મહાશક્તિઓ હંમેશા પોતાની શક્તિને વધારે આંકે છે અને બીજાની જરૂરિયાતોને ઓછી આંકે છે.
તેમણે પીએમ મોદીને ભલામણ કરી છે કે તે પુતિન સાથે વાત કરે. કાઝાએ કહ્યું કે ભારત રશિયા પર શાંતિ પર પ્રેશર નાખે અને યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા પર ભાર આપે. યુક્રેન પર યુરોપિયન નેતા કાઝા કલ્લાસે કહ્યું કે આ યુદ્ધ હવે ખતમ થવું જોઈએ. યુક્રેનના લોકો ઈચ્છે છે કે હવે આ યુદ્ધ ખતમ થઈ જાય. કલ્લાસે કહ્યું કે ભારત સાથે વાતચીતમાં મુદ્દો ઉઠાવ્યો છે કે રશિયા સાથે આ મુદ્દા પર વાત કરે અને શાંતિ માટે પ્રેશર બનાવે.
તેમણે કહ્યું કે યુક્રેન તો એક વર્ષ પહેલા જ કોઈ પણ શરત વિના સીઝફાયર માટે તૈયાર થઈ ગયું હતું, પણ રશિયા તરફથી અત્યાર સુધી સકારાત્મક જવાબ નથી આવ્યો.

