પાકિસ્તાનને ટેકો આપીને તુર્કી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કીનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. તુર્કીના વિવિધ શહેરોમાં હોટલ અને રિસોર્ટના બુકિંગ રદ કરવામાં આવ્યા છે. બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. જાણો તુર્કીમાં અત્યાર સુધી શું થયું છે
તુર્કીએ ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનમાં ડ્રોન મોકલ્યા. પાકિસ્તાને તુર્કી ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે તુર્કી ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. જે ભારતે ખરાબ સમયમાં તુર્કીને મદદ કરી હતી, એ જ તુર્કીએ ભારત સાથે દગો કર્યો. ભારતમાં તુર્કી વિરુદ્ધ ભારે વિરોધ થઈ રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, પુણેના વેપારીઓએ તુર્કીના સફરજનનો બહિષ્કાર કર્યો છે, જેના કારણે બજારમાં તેમની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેપારીઓ હવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી સફરજન ખરીદી રહ્યા છે. આ બહિષ્કારનો હેતુ દેશભક્તિ દર્શાવવાનો છે.
વેપારીઓ કહે છે કે આ ફક્ત પૈસાનો મામલો નથી. આ આપણી સેના અને સરકાર સાથે એકતા દર્શાવવાની આપણી રીત છે. આ સાથે વેપારીઓએ તુર્કીના માર્બલનો વેપાર પણ બંધ કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે, આ એ તુર્કી છે. જ્યાં વર્ષ 2023માં ભૂંકપ આવ્યો હતો અને તબાહી મચી હતી. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભારતે તેને મદદ કરી હતી. ભારતે તુર્કીને મદદ માટે અનાજ,મેડિકલ કિટ અને કપડાં મોકલ્યા હતા. તેના બદલામાં તુર્કીએ ભારતને દગો આપ્યો છે.
અહીં તુર્કીએ ભારતને ટેકો આપવો જોઈતો હતો પણ તેણે પાકિસ્તાનને ટેકો આપ્યો. એકંદરે, પાકિસ્તાનને ટેકો આપીને તુર્કી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કીનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.