ભારતની પ્રથમ સ્વદેશી બ્યૂટી ક્રીમ: ગુજરાતમાંથી મુંબઈ ગયેલા વેપારીએ બનાવી, આખા દેશમાં તેની બોલબાલા હતી

ભારતની પ્રથમ સ્વદેશી બ્યૂટી ક્રીમ: ગુજરાતમાંથી મુંબઈ ગયેલા વેપારીએ બનાવી, આખા દેશમાં તેની બોલબાલા હતી

બિઝનેસ BUSINESS
Spread the love


અફઘાન સ્નો ક્રીમને ઈ.એસ. પાટનવાલાએ 1919માં લૉન્ચ કરી હતી. પહેલાં પાટનવાલાની કહાણી જાણી લઈએ. તેમણે મામૂલી શરૂઆત કરી હતી. આ મામૂલી શરૂઆત બાદ એક ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરવા માગતા હતા. તેઓ એક એવા વ્યક્તિ હતા, જેમણે મેક ઇન ઇન્ડિયાનું સપનું એ સમયે સાચું કર્યું જ્યારે ભારત દેશ ગુલામ હતો.

કામની શોધમાં મુંબઈ ગયા

પાટનવાલાનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાના એક નાના એવા ગામમાં થયો હતો. ખૂબ જ નાની ઉંમરમાં કામની શોધમાં તેઓ મુંબઈ આવી ગયા. તેમની પાસે વધારે મૂડી નહોતી, પણ અત્તર અને જડીબુટ્ટીની સારી એવી સમજ હતી. તેમણે મુંબઈના પાયધુની વિસ્તારમાં એક નાની એવી દુકાનથી પોતાનું કામ શરૂ કર્યું, જ્યાં તેમણે ખુદ અત્તર અને ક્રીમનું મિશ્રણ તૈયાર કરતા હતા.

કેટલીય ફેક્ટરી ખોલી

અફઘાન સ્નોની વધતી માગને જોતાં પાટનવાલાજીએ મુંબઈમાં મોટા પાયે તેનું ઉત્પાદન શરૂ કર્યું. તેમની મુખ્ય અને સૌથી પ્રસિદ્ધ ફેક્ટરી મુંબઈના ભાયખલા વિસ્તારમાં હતી. આ જગ્યા તે સમયે મુંબઈના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાંથી એક હતી. આજે પણ ભાયખલામાં પાટનવાલા માર્ગ અને પાટનવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના નામથી જગ્યા છે, જે આ બ્રાન્ડની ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે. જેમ જેમ વેપાર વધ્યો, તેમણે મહારાષ્ટ્રના અન્ય ભાગ અને મુંબઈની બહારના વિસ્તારમાં પણ પોતાના એકમો બનાવ્યા. પાટનવાલાની ફેક્ટરી તે જમાનામાં ખૂબ જ શાનદાર માનવામાં આવતી હતી. તેઓ વિદેશી મશીનોની જગ્યાએ સ્થાનિક સ્તર પર ટેકનિક વિકસાવવા પર ભાર આપતા હતા.

ક્રીમની ડબ્બી પર મેડ ઇન ઇન્ડિયા લખાયેલું

તેમની ફેક્ટરીમાં હજારો ભારતીયોને રોજગાર આપ્યો, જે તે સમયે અંગ્રેજો વિરુદ્ધ આર્થિક સ્વતંત્રતાની દિશામાં એક મોટું પગલું હતું. તેમણે તે સમયે પોતાની ક્રીમની ડબ્બી પર મેડ ઇન ઇન્ડિયા લખવાનું શરૂ કર્યું, જ્યારે લોકો વિદેશી સામાનને શ્રેષ્ઠ માનતા હતા.

કેવી રીતે મળ્યું અફઘાન સ્નો નામ

પાટનવાલાજીએ પોતાની ક્રીમનું એક સેમ્પલ અફઘાનિસ્તાનના તત્કાલિન રાજા અમાનુલ્લાહ ખાનને ગિફ્ટ આપી. રાજા તેની સુગંધ અને બનાવટથી એટલા પ્રભાવિત થયા કે તેમણે કહ્યું કે આ તો અફઘાનિસ્તાનના બરફ જેવું છે. બસ અહીંથી તેનું નામ અફઘાન સ્નો બન્યું.

કહેવાય છે કે જ્યારે અફઘાનિસ્તાનના રાજાએ 1919માં ભારતની મુલાકાત લીધી, તો તેમની મુલાકાત મુંબઈમાં અમુક યુવાન ઉદ્યમીઓ સાથે થઈ. તેમાંથી એક હતા ઇબ્રાહિમ સુલ્તાનઅલી પાટનવાલા. તેમણે રાજાને પોતાના દ્વારા બનાવેલી પ્રોડક્ટ ભરેલી એક ટોકરી ભેટમાં આપી હતી. આ ટોકરીમાં નામ વગરની એક સફેદ ક્રીમની ડબ્બી હતી. રાજાએ ટિપ્પણી કરી આ તેમને અફઘાનિસ્તાનના બરફની યાદ અપાવે છે. આવી રીતે આ ક્રીમને નામ મળ્યું. અફઘાન સ્નો એક બહુઉદ્દેશ્યીય ક્રીમ હતી, જે મેકઅપ બેઝ, મોઇસ્ચરાઇઝર અને સનસ્ક્રીનનું કામ કરતી હતી.

પાટનવાલા ભારતના મહાનગરોમાં બોલ અને પાર્ટીઓના આયોજન માટે લોકપ્રિય હતા, જેમાં નરગિસ અને રાજ કપૂર જેવા સ્ટાર સહિત સમાજના પ્રતિષ્ઠિત લોકો સામેલ થતા હતા. આ બ્રાન્ડે 1952માં બોમ્બેમાં આયોજિત ભારતની પ્રથમ મિસ ઇન્ડિયા ઇવેન્ટને પણ પ્રાયોજિત કરી હતી.

વિદેશી ક્રીમોને ટક્કર આપી

તે સમયે બજારમાં બ્રિટિશ અને વિદેશી ક્રીમોની બોલબાલા હતી. અફઘાન સ્નો પહેલી ભારતની ક્રીમ હતી, જેણે વિદેશી બ્રાન્ડ્સને મોટી ટક્કર આપી. 20મી સદીના મધ્ય સુધી અફઘાન સ્નો દરેક ભારતીય ઘરનો ભાગ બની ચૂકી હતી. તેને દિગ્ગજ અભિનેત્રીઓ પ્રમોટ કરતી હતી. ભારતની પ્રથમ મિસ ઇન્ડિયા એસ્તેર વિક્ટોરિયા અબ્રાહમ અને અભિનેત્રી નૂતન તેની વિજ્ઞાપનના ચહેરા હતા.

કેમ પાછળ રહી ગઈ આ બ્રાન્ડ

તેની ઓળખ તેની નાની કાચની બોટલ અને તેના પર લાગેલું ખાસ લેબલ હતું, જે સમયે ખૂબ જ પ્રીમિયમ માનવામાં આવતી હતી. આટલી લોકપ્રિયતા છતાં સમય સાથે આ બ્રાન્ડ ધીમે ધીમે પાછળ રહી ગઈ. 80 અને 90ના દાયકામાં હિન્દુસ્તાન યુનિલિવર અને લક્મે જેવા બ્રાન્ડ્સે ભારે માર્કેટિંગ અને નવી ફોર્મ્યુલા સાથે બજાર પર કબજો કરી લીધો.

જ્યાં નવી બ્રાન્ડ્સ ટીવી અને રંગીન જાહેરાતો પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી હતી, અફઘાન સ્નો પોતાની પરંપરાગત છબી અને મર્યાદિત માર્કેટિંગ સુધી જ સમેટાઈને રહી ગઈ. નવાઈની વાત એ છે કે અફઘાન સ્નો સંપૂર્ણપણે બંધ ન થઈ. તે હાલમાં જ પાટનવાલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે, પણ તે ભાગ્યે જ મળે છે.

મહાત્મા ગાંધીએ પણ વખાણ કર્યા હતા

મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી આંદોલન દરમિયાન અફઘાન સ્નોના વખાણ કર્યા હતા, કેમ કે આ એકદમ શાકાહારી હતી. તેમાં જાનવરોની ચરબીનો ઉપયોગ થતો નહોતો.

.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *