ભાજપ-આરએસએસના સાત કાર્યકરોને આજીવન કેદની સજા, CPM નેતાની હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો

ભાજપ-આરએસએસના સાત કાર્યકરોને આજીવન કેદની સજા, CPM નેતાની હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


કેરળમાં ભાજપ-આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સાત કાર્યકરોને સીપીએમ નેતા કે. લતીશની હત્યા બદલ ગુરુવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

કે. લતીશ સીપીએમના સ્થાનિક સચિવ અને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સીઆઈટીયુ)ના નેતા હતા. કે. લતીશની 2008માં હત્યા કરવામાં આવી હતી. કન્નુરના થાલાસેરીની કોર્ટે સજા સંભળાવી હતી.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વિમલ જે એ સુમિત ઉર્ફે કુટ્ટન, કે. કે. પ્રજેશ બાબુ, બી. નિધિન, કે. સનલ, સ્મિજોષ, સજીશ અને વી. જયેશને દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે સંતોષ કુમાર, બી. સારથ, ઇ. કે. સનીશ અને કુન્નુમપ્રથ અજેશને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે અન્ય આરોપી કે. અજીતનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. આરોપીઓ તેમના વકીલો અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.

ગુજરાતના 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

કુહાડી અને છરી વડે હત્યા

આ કેસ 31 ડિસેમ્બર, 2008ના રોજ થલસેરી નજીક થલઈમાં સીપીઆઈ(એમ) નેતા લતીશની ક્રૂર હત્યાનો છે. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ આરોપીઓ ઘાતક હથિયારોથી સજ્જ થઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા, લતીશને ઘેરી લીધો હતો અને તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લતીશ પર કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો. સ્થાનિકો અને માછીમારો આવતા તેઓ ભાગી ગયા હતા.

ચાર લોકો ઘાયલ થયા હતા

આ હુમલામાં લતીશનો મિત્ર અને સીપીએમ કાર્યકર મોહનલાલ ઉર્ફે લાલુ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે સંતોષ, સુરેશ અને મજીદ ઘટના દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *