અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની. ગોડાદરા ગામ તરફ જઈ રહેલો મચ્છી ભરેલો એક ટેમ્પો અચાનક પલટી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટેમ્પો ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો. આ ઘટનાને પગલે ટેમ્પામાં ભરેલી મચ્છી રોડ પર વિખેરાઈ જતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો કેટલાક લોકોએ રોડ પર પડેલી માછલીઓની લૂંટ પણ ચલાવી હકી. સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો છે. જો કે સોશિયલ મીડિયામાં માછલી માટે લૂંટ ચલાવતા લોકોના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.
Source link
