Final Up to date:
મોહમંદ જાવેદ ઠાકોર, જે પેરોલ પર છૂટેલ હોવા છતાં જેલમાં પરત ન ફરતા, ગોવામાં તેની બીજી પત્ની સાથે ફરતા પકડાઈ ગયો. તેની ધરપકડ બાદ તેને જેલમાં પાછો મોકલવામાં આવ્યો છે. પોલીસે ટેક્નિકલ એનાલિસ દ્વારા લોકેશન ટ્રેક કરીને તેને પકડી પાડ્યો.
અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં રહેતો અને ભરણ પોષણના કેસમાં સજા કાપી રહેલ યુવક 36 દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો અને બાદમાં જેલમાં પરત નહી ફરતા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સી.આઈ સીલની ટીમેને બાતમી મળી હતી કે ફરાર આરોપી મોહમંદ જાવેદ ઠાકોર તેની બીજી પત્ની સાથે ગોવામાં ફરી રહ્યો છે. એટલે પોલીસે ગોવા પહોંચીને આરોપીને દબોચી લઈને પાછો સાબરમતી સેન્ટ્રલ જેલના હવાલે કરી દીધો છે.
ઘરેલુ કંકાસના કેસમાં ભરણ પોષણ નહી ભરી શકતા યુવકને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. વટવા વિસ્તારમાં રહેતા મોહમંદ જાવેદ ઠાકોરને કોર્ટે સજા ફટકારી હતી. પરંતુ આરોપી 36 દિવસની પેરોલ રજા પર જેલમાં થી બહાર આવ્યો હતો અને 25 ઓક્ટોમ્બરના રોજ તેને જેલમાં પરત ફરવાનું હતુ. પરંતુ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો અને પેરોલ જમ્પ કરીને નાસી છુટયો હતો. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ મુજબ ફરિયાદ પણ જેલ તંત્ર દ્વારા નોંધવામાં આવી હતી.
આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સી.આઈ.સેલની ટીમના પી.આઈ અશરફખાન બલોચ અને પીએસઆઈ એન.એન પ્રજાપતિએ આરોપીનું ટેકનીકલ એનાલિસ કરવાનું શરુ કર્યું હતું. જેના પરિણામે આરોપી મોહમંદ જાવેદનુ લોકેશન ગોવા ખાતેનુ મળી આવતા એક ટીમ ગોવા રવાના કરવામાં આવી અને ત્યારબાદ આરોપી મોહમંદ જાવેદને કલનગુટ પોલીસ સ્ટેશનની હદમાં થી ધરપકડ કરવામાં આવી છે.
ફરાર આરોપી જાવેદ પેરોલ જમ્પ કરીને તેની બીજી પત્ની સાથે ગોવા ફરવા માટે જતો રહ્યો હોવાનું કબુલાત પણ આરોપીએ પોલીસ સમક્ષ કરી ચુક્યો છે. ત્યારે હાલ સીઆઈડી ક્રાઈમના સી.આઈ સેલે આરોપીને પાછો સેન્ટ્રલ જેલ ભેગો કરી દીધો છે.હાલ આ પ્રકારે ફરાર આરોપીઓ ને પકડવા પોલીસ ની અલગ અલગ ટીમો કામે લાગી છે.
Ahmedabad,Gujarat

