બ્લેકરૉકને ભારતમાં લાવવામાં કેટલો સમય લાગ્યો, મુકેશ અંબાણી ખુદ જણાવી આખી વાત

બ્લેકરૉકને ભારતમાં લાવવામાં કેટલો સમય લાગ્યો, મુકેશ અંબાણી ખુદ જણાવી આખી વાત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં જોઈ શકીએ છીએ કે, ભારતમાં 100 રિલાયન્સ બીજી ઊભી થઈ ગઈ છે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકને ભારતમાં આવવામાં કેટલો સમય લાગ્યો હશે? જો તમે વિચારી રહ્યા છો કે આવું કરવામાં મહિનાઓ અથવા તો વર્ષો લાગી ગયા હશે તો તમે ખોટા છો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ખુદ જણાવ્યું છે કે તેમાં ખાલી 5 મિનિટનો સમય લાગ્યો હતો. બ્લેકરોકના સીઈઓ લૈરી ફિંક સાથે વાત કરતા તેમણે આ વાત કહી હતી. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, અમારી વાત 2023માં થઈ હતી અને મને ખાલી 5 મિનિટ લાગી. મેં કહ્યું-લૈરી બ્લેકરોકને ભારત આવવું પડશે. ત્યાર બાદ લૈરી ફિંકે કહ્યું કે, તેનાથી પણ ઓછો સમય લાગ્યો હતો. લૈરીએ કહ્યું કે, અમે કારમાં હતા અને રાઈડ દરમ્યાન આ નક્કી થઈ ગયું હતું. આપને જણાવી દઈએ કે, ભારતમાં બ્લેકરોકે જિયો સાથે મળીને જિયો બ્લેકરોક એએમસીની શરૂઆત કરી હતી.

મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં જોઈ શકીએ છીએ કે, ભારતમાં 100 રિલાયન્સ બીજી ઊભી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ભારત અને ભારતીય અર્થવ્યવસ્થાનું ઝાડ હવે ફળ આપી રહ્યા છે. તે પણ સ્થિરતા અને ભરપૂર સંભાવનાઓ સાથે. તેમણે કહ્યું કે, દેશમાં નીતિઓ પણ ટકાઉ રહી છે. નીતિમાં નિરંતરતા બની છે અને સરકારે હંમેશા એક સતર્ક અને સંતુલિત વલણ અપનાવ્યું છે. મુકેશ અંબાણીએ આગળ કહ્યું કે, તેમને સૌથી વધારે ઉત્સાહ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીને લઈને છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં દેશમાં 100 નવી રિલાયન્સ જેવી કંપનીઓ ઊભી થતી જોઈ રહ્યા છે.

ભારતની સામે મોટો અવસર

મુકેશ અંબાણીનું માનવું છે કે ભારત આવનારા સમયમાં દુનિયાની બાકી અર્થવ્યવસ્થાઓમાં ઝડપી ગતિથી આગળ વધશે. તેમણે કહ્યું કે આગામી 20થી 30 વર્ષોમાં ભારતની સામે લગભગ 4.5 ટ્રિલિયન ડોલરનો અવસર છે અને આ ગ્રોથ દુનિયાના બાકી ભાગને પાછળ છોડી દેશે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી એક દાયકામાં ભારત એનર્જીના મામલામાં ઘણા બધા અંશે આત્મનિર્ભર થઈ જશે. તેમણે એવું પણ કહ્યું કે ટેક્નોલોજિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં ભારત કોઈ પણ રીતે દુનિયાથી પાછળ રહેવાનું નથી. તેમના અનુસાર, ડિજિટલ અને ટેકનિકલ માળખામાં ભારતની તૈયારી એટલી મજબૂત છે કે તે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સની બરાબર ઊભું દેખાશે.

એઆઈથી ડરવાની જરૂર નથી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ આ વાતમાં પૂરો વિશ્વાસ ધરાવે છે કે આપણે ટેક્નોલોજીને અપનાવવી પડશે. તેમણે કહ્યુ કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ એટલે કે એઆઈ એકદમ વાસ્તવિક છે અને ભારતના દ્રષ્ટિકોણથી એક બહુ મોટો ફાયદો છે. મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત બાકીના દેશોની તુલનામાં ટેક્નોલોજીને ઝડપથી અપનાવે છે અને આપણે એઆઈથી ડરવાની જરૂર નથી. તેમણે તેની તુલના ઔદ્યોગિક ક્રાંતિ સાથે કરતા કહ્યું કે જે રીતે તે જમાનામાં માનવતા આગળ વધી અને ઉત્પાદકતામાં મોટો ઉછાળો આવ્યો, એવી જ રીતે એઆઈ પણ પ્રગતિનો નવો રસ્તો ખોલશે.

સેવિંગ સાથે કંપાઉન્ડિંગ

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતને પોતાનું સેવિંગ્સ માઈન્ડસેટ બનાવી રાખવું જોઈએ. તેમણે અનુસાર ભારતીય અવસર વાસ્તવમાં એક નવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, દુનિયાના કેટલાય દેશો વાર્ષિક 10 ટકા ગ્રોથ માટે તરસી રહ્યા છે. આવા સમયે ભારતનો ડેફિસિટ માઈન્ડસેટની જગ્યા બચતના વિચાર સાથે આગળ વધવું જોઈએ.

મુકેશ અંબાણીએ એવું પણ કહ્યું કે, દરેક ભારતીયને કંપાઉંડિગની તાકાતનો ફાયદો મળવો જોઈએ. તેમણે માન્યું કે રોકાણ સુધી પહોંચ સરળ નથી. પણ દરેક ભારતીયને તેની માગ કરવી જોઈએ. તેમનું કહેવું છે કે બેન્ક અકાઉન્ટમાં પડેલા રુપિયા ખાલી સિંપલ ઈંટરેસ્ટ આપે છે, જ્યારે શેર બજારમાં લગાવેલા પૈસા કંપાઉંડ હોય છે. તેમણે એવું ફણ કહ્યું કે ભારતનું બજાર એફિશિએંટ છે અને લંબા ગાળામાં રોકાણથી સારા રિટર્નની સંભાવના બને છે.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઈંડિપેંડેટ મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *