સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 અનુરાગ સિંહનાં નિર્દેશનમાં બની છે. આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દૌસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, મેઘા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ જેવા સિતારાઓ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ એક વૉર ડ્રામા ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ વર્ષ 1971 ની ઇન્ડિયા પાકિસ્તાનની વૉર પર આધારિત છે, જ્યારે ભારતનાં સૈનિકોએ પાકિસ્તાની સેનાથી મુકાબલો કર્યો હતો.

