Final Up to date:
આ અકસ્માત જે ગાડીનો થયો છે, તે ઈકો કારમાં મૂળ મધ્ય પ્રદેશના પનાલા ગામના મજૂરો અંદર બેઠા હતા. આ મજૂરો રાણપુરના કુંડળી ગામે ખેતીકામ અર્થે આવી રહ્યા હતા, તે સમયે કિનારા ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો.
બોટાદ: બોટાદના રાણપુરના કિનારા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં ટ્રક અને ઈકો કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ અકસ્માત જે ગાડીનો થયો છે, તે ઈકો કારમાં મૂળ મધ્ય પ્રદેશના પનાલા ગામના મજૂરો અંદર બેઠા હતા. આ મજૂરો રાણપુરના કુંડળી ગામે ખેતીકામ અર્થે આવી રહ્યા હતા, તે સમયે કિનારા ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તેમની મદદે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, રાણપુર પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ મજૂરોએ દમ તોડી દીધો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય 4 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ બાજુ રાણપુર પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમના પરિવારને જાણ કરવાની પ્રક્રિયા શરુ કરી છે. ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત થવા પાછળના ચોક્કસ કારણોની તપાસ થઈ રહી છે.
Jan 31, 2026 10:43 PM IST

