ખંભાળિયા: દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી છે. હાબરડી ગામના પાટિયા પાસેથી પસાર થતી 2 કાર ધડાકાભેર અથડાતા ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાને લઈને આસપાસથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંન્ને કારમાંથી 7 લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાથી તેમને 108 મારફતે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, એક મહિલાની હાલત વધુ ગંભીર હોવાથી તેમની જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંન્ને કારને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું અને એકમાં એન્જીન જાણે પડીકું બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
Source link
