બજેટ 2026 પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત કલાકૃતિઓથી જીવંત બન્યું

બજેટ 2026 પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત કલાકૃતિઓથી જીવંત બન્યું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Legislative Meeting : ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાથી જીવંત બન્યું છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાયું છે. વિધાનસભા સંકુલની દિવાલો અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓથી દીપી ઉઠ્યું છે. 

રાજ્યમાં હસ્તકળા અને હાથશાળ કલા-કારીગરીને સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે અને એ જ દિશામાં આગળ વધતાં વિધાનસભા સંકુલને ગુજરાતના સમૃદ્ધ કલા વારસાથી રંગવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી) લિમિટેડની બ્રાન્ડ ‘ગરવી-ગુર્જરી’ દ્વારા કલા-કારીગરોને વિધાનસભા સંકુલને જીવંત કરવા ખાસ ગૌરવમય મંચ આપ્યો છે. 

આ પહેલ હેઠળ વિધાનસભા સંકુલના વિવિધ વિસ્તારોમાં ગુજરાતની ભાતીગળ અને લોકવારસાની ઝાંખી કરાવતી અનોખી લોકકલાકૃતિઓ કંડારવામાં આવી છે, જે રાજ્યની કલા-કારીગરીની વૈવિધ્યતા અને વૈભવને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાત વિધાનસભા સંકુલ માટે પસંદ થયેલી મુખ્ય લોકકલાકૃતિઓમાં (1) ગુજરાતનું પરંપરાગત મડ મિરર વર્ક (2) છોટા ઉદેપુરની વારલી આર્ટ તથા (3) અમદાવાદની માતાની પછેડી (પરંપરાગત કલમકારી કળા)નો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકકલાકૃતિઓ આજે વિધાનસભા સંકુલના ભીંતો અને વિસ્તારોને શોભા આપી રહી છે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરી રહી છે.

વારલી કલાથી દિવાલો જીવંત બની

વિધાનસભા સંકુલમાં વારલી કલાથી દિવાલો જીવંત બની ઉઠી છે. અહીંની દિવાલો પર પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધીની યાત્રા તથા ગ્રામ્યથી શહેરી વિકાસની ભાવનાત્મક તેમજ દૃશ્યાત્મક ઝાંખી વારલી પેન્ટિંગથી રજુ કરવામાં આવી છે. છોટા ઉદેપુરના પ્રતિભાશાળી વારલી કારીગર અર્ચનાબેન રાઠવાએ વારલી કલાનું પ્રદર્શન કર્યું છે. 

આ પણ વાંચો – નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

છેલ્લા 8 વર્ષથી ગરવી ગુર્જરી સાથે જોડાયેલા અર્ચનાબેનને આ કળામાં વર્ષ 2022માં રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાનસભા પૂર્વે તેમણે ગુજરાત મેડિકલ ડિપાર્ટમેન્ટ (મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ થીમ), કમિશ્નર ઓફ કોટેજ એન્ડ રુરલ ઇન્ડસ્ટ્રીઝ તથા ખાદી થીમ જેવા પ્રોજેક્ટ્સ પર પણ સફળ કામગીરી કરી છે. અર્ચનાબેન કહે છે, “ગરવી ગુર્જરીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી; તે મારા માટે ગર્વની વાત છે.

કચ્છી મડ મિરર વર્ક 

વિધાનસભા સંકુલ પર ગુજરાતની પરંપરાગત કચ્છી મડ મિરર વર્ક કળાનો રંગ પણ છવાયો છે. ગીરીશ પરમાર આ કળાને નવી ઓળખ અપાવી રહ્યા છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ કળા પરંપરાગત રીતે કચ્છના ભૂંગા ઘરોમાં જોવા મળતી હતી, ગીરીશભાઈ કહે છે, “હું ગરવી ગુર્જરીનો આભારી છું કે તેમણે મને વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સ્થળે મારી પરંપરાગત મડ મિરર (લીપણ વર્ક) કળા રજૂ કરવાની તક આપી.

અમદાવાદી માતાની પછેડી કલા 

ચિતારા પરિવાર દ્વારા વિધાનસભાની દિવાલો પર માતાની પછેડી દ્વારા પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું છે કે જે સાંસ્કૃતિક વારસાને નવી દિશા આપે છે. આ કળાને જીવંત રાખનાર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંતભાઈ ચિતારા પરંપરાગત કળાના આગવા પ્રતિનિધિ તરીકે ઓળખાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *