ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Chandra Grahan2026 : ફાગણ સુદ પૂનમ મંગળવારને 3 માર્ચના રોજ છે. જોકે આ દિવસે ચંદ્રગહણ છે જેના કારણે રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી, ડાકોર, સાળંગપુર, શામળાજી અને દ્વારકાના મંદિરના દર્શનના સમય વિશે જણાવી રહ્યા છીએ.

ડાકોર મંદિર

ફાગણ સુદ 15 એટલે કે દોલોત્સવના દિવસે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. આ દિવસે મંદિર વહેલી સવારે 1:45 કલાકે ખુલશે અને 2:00 વાગ્યે મંગળા આરતી થશે. સવારે 4:00 થી 6:00 વાગ્યા સુધી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે, જેના દર્શન ભક્તો કરી શકશે.  આ પછી 7:00 વાગ્યે રાજભોગ આરતી અને 8:15 વાગ્યે ઉત્થાપન આરતી થશે. રાત્રે 10:00 વાગ્યે ફરી દર્શન ખુલી 2:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

અંબાજી મંદિર

3 માર્ચ, 2026, મંગળવારે ફાગણ સુદ પૂનમના રોજ ચંદ્રગ્રહણને કારણે સવારે વહેલા 6:00 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7:30થી 8:00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8:00 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. 

જોકે ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 9:45થી બપોરે 2:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે 9:30 કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે. ચંદ્રગ્રહણ  બાદ 4 માર્ચ, 2026, બુધવારથી માતાજીના દર્શન અને આરતી રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે.

દ્વારકા મંદિર

દ્વારકામાં ફાગણ સુદ પૂનમ એટલે કે 3 માર્ચના રોજ ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. જેના કારણે દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે.

  • સવારે 5.00 કલાકે – મંગળા આરતી 
  • સવારે 8.00 થી 9.00 કલાક સુધી – શ્રીજીની અભિષેક પૂજા (દર્શન બંધ)
  • સવારે 10.45 કલાકે – શ્રીજીની શ્રીંગાર આરતી
  • બપોરે 12.00 કલાકે -શ્રીજીનો રાજભોગ
  • બપોરે 1.00 કલાકે – અનોસર (મંદિર બંધ)
  • બપોરે 2.00 કલાકે – ઉત્સવ આરતી
  • બપોરે 2.00 થી 3.00 કલાક સુધી  – શ્રીજીનો ફુલડોલ ઉત્સવ
  • બપોરે 3.00 થી 5.00 કલાક સુધી – અનોસર (મંદિર બંધ)
  • સાંજે 5.00 કલાકે – ઉત્થાપન
  • સાંજના અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.

આ પણ વાંચો – તુલસી માળા પહેર્યા પછી ડુંગળી અને લસણ ખાવા જોઈએ કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે

શામળાજી મંદિર

શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ચંદ્રગ્રહણ અને પૂનમના દિવસે (3 માર્ચ)ઠાકોરજીના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે.

  • મંદિર ખુલશે – સવારે 5.00 કલાકે
  • મંગળા આરતી – સવારે 5.45 કલાકે
  • શણગાર આરતી – સવારે 8.00 કલાકે
  • મંદિર બંધ થશે (રાજભોગ ધરાવવામાં આવશે) – સવારે 9.00 કલાકે
  • મંદિર ખુલશે (રાજભોગ આરતી) – સવારે 9.45 કલાકે
  • મંદિર બંધ થશે – બપોરે 10.30 કલાકે
  • ઉત્થાપન (મંદિર ખુલશે) – બપોરે 12.30 કલાકે
  • સંધ્યા આરતી – બપોરે 1.30 કલાકે

બંધ જાળીએ 1.30થી 8.30 સુધી દર્શન ચાલું રહેશે. ગ્રહણ પૂર્ણ થયા પછી શયન પરિશ્રમ ભોગ શયન આદી સેવા કરવામાં આવશે. તથા દર્શન માટે મંદિર રાત્રે 8.30 કલાક સુધી ખુલ્લુ રહેશે.

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર

પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે 3 માર્ચ, 2026ના રોજ યોજાનાર ચંદ્રગ્રહણ નિમિત્તે દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ચંદ્રગ્રહણના દિવસે પણ દાદાના દર્શનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશ-વિદેશ તેમજ રાજ્યભરમાંથી આવતા મોટી સંખ્યામાં હરિભક્તો કોઈપણ અડચણ વિના દાદાના દર્શનનો લાભ લઈ શકશે.  

3 માર્ચ, 2026ના રોજ હોળી-ધુળેટી પર્વ નિમિત્તે મંદિર ખાતે ભવ્ય રંગોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ રંગોત્સવ સવારે 7:30 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી યોજાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *