ફરસાણની દુકાનમાં અચાનક થયો ભડકો!

ફરસાણની દુકાનમાં અચાનક થયો ભડકો!

ધર્મ RELIGION
Spread the love



દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં આગની વધુ એક ઘટના બની છે. ભાણવડ તાલુકાના રણજીતપરા વિસ્તારમાં મોડી રાતે એક ફરસાણની દુકાનમાં આગ લાગી હતી. મહાલક્ષ્મી ફરસાણ નામની દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોત જોતામાં આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ફરસાણની દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી. તો બીજી તરફ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહત્વનું છે કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ નગરપાલિકાના ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. જો કે આગને પગલે દુકાનનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *