પ્રેમિકા પર શંકા જતાં રાક્ષસ બન્યો પ્રેમી: હત્યા કરી કોથળામાં નાખી, બહાર દેખાતા બંને પગ કાપી નાખ્યા, નેલ પોલિશથી આરોપી પકડાયો

પ્રેમિકા પર શંકા જતાં રાક્ષસ બન્યો પ્રેમી: હત્યા કરી કોથળામાં નાખી, બહાર દેખાતા બંને પગ કાપી નાખ્યા, નેલ પોલિશથી આરોપી પકડાયો

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

શનિવારે આત્માદ્દૌલા વિસ્તારના રામબાગ બ્રિજ નજીક એક કોથળામાં બંધ છોકરીની લાશ મળી હતી. માહિતી મળતા પોલીસ આવી પહોંચી અને લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી અને તપાસ શરુ કરી દીધી હતી.

મૃતક મિન્સી સાથે આરોપી વિનય રાજપૂત
મૃતક મિન્સી સાથે આરોપી વિનય રાજપૂત

આગરા: ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં પોલીસે 10 કલાકની અંદર યુવતીની હત્યાનો કેસ ઉકેલી નાખ્યો અને આરોપીની ધરપકડ કરી લીધી. પ્રેમ પ્રસંગના કારણે છોકરીની હત્યા થઈ હતી. આ હત્યાની ઘટનાને અંજામ તેના પ્રેમીએ આપ્યો હતો. પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકાના સંબંધ બીજા છોકરા સાથે પણ છે. જેના કારણે તેની હત્યા કરી. હત્યા બાદ પ્રેમીએ તેની લાશને કોથળામાં બંધ કરી દીધી અને યમુના નદીમાં ફેંકવાનો પ્લાન બનાવ્યો હતો, પણ ઉતાવળમાં લાશનો કોથળો રામબાગ બ્રિજ પર ફેંકી દીધો, જે બાદ અસંખ્ય સીસીટીવી ખંગાળ્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી અને તેને 10 કલાકની અંદર પકડી લીધો હતો.

શું છે સમગ્ર મામલો

હકીકતમાં જોઈએ તો, શનિવારે આત્માદ્દૌલા વિસ્તારના રામબાગ બ્રિજ નજીક એક કોથળામાં બંધ છોકરીની લાશ મળી હતી. માહિતી મળતા પોલીસ આવી પહોંચી અને લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી અને તપાસ શરુ કરી દીધી હતી. પોલીસ કમિશનર દીપક કુમારના નિર્દેશ પર ડીસીપી સિટી અલી અબ્બાસે 4 ટીમો બનાવી હતી અને ખુલાસામાં લાગી ગઈ હતી. પોલીસે આ વિસ્તારમાં લાગેલા તમામ સીસીટીવી ખંગાળ્યા અને હવે ખાલી 10 કલાકની અંદર જ હત્યાની ગૂંચવણ પોલીસ સોલ્વ કરી નાખી અને આરોપી પ્રેમી વિનય રાજપૂતની ધરપકડ કરી લીધી છે.

શંકાના કારણે પ્રેમિકાની હત્યા કરી નાખી

પોલીસ પૂછપરછમાં વિનયે જણાવ્યું કે તે અને તેની પ્રેમિકા મિન્સી એક જ કંપનીમાં કામ કરતા હતા. તે કંપનીમાં મેનેજર હતો. આ દરમ્યાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. તેને શંકા હતી કે તેની પ્રેમિકા તેના સિવાય બીજા છોકરાને પણ પ્રેમ કરતી હતી, જેના કારણે શનિવારે સાંજે બહાનું બનાવી તેને ઓફિસે બોલાવી અને પછી ચાકૂથી ગળું કાપી હત્યા કરી નાખી.

ભૂલથી લાશ પડી ગઈ

હત્યા બાદ તે લાશને યમુના નદીમાં ફેંકવા માગતો હતો, જેના કારણે તેને લાશને એક કોથળામાં બંધ કરી દીધી. પણ કોથળામાં આખી લાશ આવી નહીં પગ બહાર નીકળી રહ્યા હતા. જે બાદ આરોપીએ મિન્સીના પગ કાપી અલગ કરી બીજા કોથળામાં નાખ્યા. ત્યાર બાદ મિન્સીની જ સ્કૂટીથી રામબાગ બ્રિજ પર ગયો હતો. ત્યારે સ્કૂટી બેકાબૂ થઈ અને લાશ ભરેલો કોથળો નીચે પડી ગયો. આગળ જતાં એક ગાડી ચાલકે વિનયને વળીને આવતા જોયો તો તે કોથળો મૂકીને ભાગી ગયો.

નેલ પોલિશ બની તપાસનો વિષય

ડીસીપી સિટી સૈયદ અલી અબ્બાસે જણાવ્યું કે લાશ મળવાની સૂચના મળતા પોલીસ કમિશનર દીપક કુમારના નિર્દેશ પર તરત ટીમો બનાવી હતી. આજુબાજુમાં લાગેલા અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કર્યા. ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અલગ અલગ ટીમ સાથે SOG અને સર્વિલાંસની ટીમો આ ખુલાસામાં સામેલ હતા. લાશની ઓળખ નહોતી થતી, ચહેરા પર ખરાબ રીતે ઈજાના નિશાન હતા. મૃતકની બોડી પર કોઈ ટેટૂ પણ હતા નહીં, જેના કારણે ઓળખ કરવામાં મુશ્કેલી થઈ પડી. પણ મૃતકના હાથના નખમાં લાગેલી નેલ પોલિશ મહત્ત્વની સાબિત થઈ.

ત્યાર બાદ પરિવારને બોલાવ્યા અને ઘરે રાખેલી તમામ નેલ પોલિશને એક કાગળ પર લગાવીને મગાવી લીધી. ઘરમાં રાખેલી નેલ પોલિશ અને મૃતકના નખમાં લાગેલી નેલ પોલિશ દ્વારા મૃતક યુવતીની ઓળખ થઈ. જે બાદ આરોપી પ્રેમી વિનય રાજપૂતની ધરપકડ કરી લીધી. પોલીસ પૂછપરછમાં તેને હત્યાનો ગુનો કબૂલ કર્યો. જેની પાસેથી હત્યામાં ઉપયોગ થયેલા ચાકૂ અને મૃતક મિન્સીની સ્કૂટી પણ જપ્ત કરી લીધી. હાલમાં આરોપીને જેલમાં ધકેલી દીધો છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/દેશવિદેશ/

પ્રેમિકા પર શંકા જતાં રાક્ષસ બન્યો પ્રેમી: હત્યા કરી કોથળામાં નાખી, બહાર દેખાતા બંને પગ કાપી નાખ્યા, નેલ પોલિશથી આરોપી પકડાયો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *