Who’s Praful Hinge : સનરાઇઝર્સ હૈદરાબાદના 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે એ આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 3 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. તે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ અને ધ્રુવ જુરેલને શૂન્ય રન પર આઉટ કર્યા હતા. પ્રફુલે રાજસ્થાન સામે 4 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
હરાજીમાં હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો
ખાસ વાત એ છે ખે પ્રફુલ હિંગેએ આ મેચથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે અને પ્રથમ મેચમાં જ ઇતિહાસ રચી દીધો છે. પ્રફુલ હિંગેને આ વર્ષે હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમે હિંગેને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.
પ્રફુલ હિંગે કોણ છે?
24 વર્ષીય પ્રફુલ હિંગે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે. તે નાગપુરનો રહેવાસી છે. ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન પછી સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સે તેને હરાજી પહેલા ટ્રાયલ માટે બોલાવ્યો હતો. ડેનિયલ વેટ્ટોરીના કોચવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તેનાથી પ્રભાવિત થઈ અને તેને હરાજીમાં ખરીદ્યો હતો. તે એક મીડિયમ ફાસ્ટ બોલર છે અને બોલમાં વિવિધતા લાવવા માટે જાણીતો છે.
Cling it within the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026
આઈપીએલ 2026 રાજસ્થાન વિ હૈદરાબાદ લાઇવ સ્કોર
પ્રફુલ હિંગેનું ફર્સ્ટ ક્લાસમાં પ્રદર્શન
પ્રફુલ હિંગેએ 10 ફર્સ્ટ ક્લાસ મેચમાં 27 વિકેટ ઝડપી છે. બેસ્ટ પ્રદર્શન 60 રનમાં 4 વિકેટ છે. લિસ્ટ-એ માં 6 મેચમાં 5 વિકેટ અને ટી20માં 1 મેચમાં 1 વિકેટ ઝડપી છે.
