Final Up to date:
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બંડા વિસ્તારમાં એક અકલ્પનીય ઘટના બની છે. અહીં એક ખેતરમાં નવો ખોદવામાં આવેલો બોરવેલ પાણી કાઢવાને બદલે આગની જ્વાળાઓ ઓકવા લાગ્યો હતો. અંદાજે 240 ફૂટ ઊંડા બોરવેલમાંથી 20 ફૂટ ઊંચી જ્વાળાઓ નીકળતા સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો હતો.
Madhya Pradesh Information: મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બંડા વિસ્તારમાં એક અકલ્પનીય ઘટના બની છે. અહીં એક ખેતરમાં કુદરતનું અજીબ સ્વરૂપ જોવા મળ્યું હતું. ખેતરમાં નવો ખોદવામાં આવેલો બોરવેલ પાણી કાઢવાને બદલે આગની જ્વાળાઓ ઓકવા લાગ્યો હતો. અંદાજે 240 ફૂટ ઊંડા બોરવેલમાંથી 20 ફૂટ ઊંચી જ્વાળાઓ નીકળતા સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો હતો.
સ્થાનિક રહેવાસી અનિલ કુમારે ગુરુવારે સાંજે પોતાના ખેતરમાં અંદાજે 240 ફૂટ ઊંડો બોરવેલ કરાવ્યો હતો. શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ અચાનક જમીનની અંદરથી જોરદાર ગડગડાટનો અવાજ સંભળાયો હતો. લોકો કંઈ સમજે તે પહેલા બોરવેલમાંથી 20 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. આ નજારો જોઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આગ એટલી ભીષણ હતી કે તે સતત ચાર કલાક સુધી ચાલુ રહી હતી. સ્થાનિક નગર પાલિકા અને પોલીસને જાણ કરવામાં આવતા સવારે 10 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ રહસ્યમય આગ પર કાબૂ મેળવ્યો હતો.
બંડા વિસ્તારમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ જગથર, કાંટી અને ખિરિયા જેવા ગામોમાં પણ જમીનમાંથી ગેસ નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વર્ષ 2019માં નાગપુરની પરમાણુ સંશોધન ટીમ પણ અહીં તપાસ માટે આવી હતી.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વિસ્તારમાં જમીનની અંદર જ્વલનશીલ મીથેન (Methane) અને કદાચ હિલિયમ (Helium) ગેસના ભંડાર હોઈ શકે છે. અગાઉની તપાસમાં મીથેન સાથે સલ્ફરની હાજરી પણ મળી આવી હતી. બોરવેલના ખોદકામ દરમિયાન જ્યારે પાઇપ ગેસના પોલાણ સુધી પહોંચે છે, ત્યારે દબાણ સાથે ગેસ બહાર આવે છે અને કોઈ પણ ઘર્ષણ કે તણખાને કારણે તે આગ પકડી લે છે.
Sagar,Madhya Pradesh

