ખંભાળિયા શહેર નજીક આખલાનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટના જાણે એમ બની કે દ્વારકા-જામનગર હાઈવે પર ખંભાળિયા બાયપાસ પાસે પસાર થતી પાણીની પાઈપલાઈનની કેનાલમાં એક આખલો ફસાઈ ગયો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ JCBની મદદથી આખલાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Source link
