પતંગબાજી આનંદ અને ઉત્સવનો તહેવાર છે પરંતુ જુઓ આ દ્રશ્યો. જ્યાં જીવના જોખમે પતંગબાજી ચાલી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો દ્વારકાના ખંભાળિયા શહેરનો છે. જ્યાં ત્રણેક યુવકો જાણે કે પોતાના જીવની ચિંતા ન હોય એ રીતે પાણીની ટાંકી પર ચડીને પતંગબાજી કરી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે શહેરના જૂના કોર્ટ વિસ્તારમાં આવેલી ટાંકી પર યુવકોએ જોખમી રીતે પતંગબાજી કરી. આ પ્રકારની ભયંકર બેદરકારી અને ગફલત ક્યારેક જીવનું જોખમ બની શકે છે.
Source link
