પાકિસ્તાન ફરી આડું ફાટ્યું, ટી20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની બાદબાકી બાદ PCB ચીફ મોહસિન નકવીનું રિએક્શન

પાકિસ્તાન ફરી આડું ફાટ્યું, ટી20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની બાદબાકી બાદ PCB ચીફ મોહસિન નકવીનું રિએક્શન

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ICC T20 World cup 2026: ICC ટી20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશના બહાર થયા પછી પીસીબી ચીફ મોહસિન નકવીનું પહેલું રિએક્શન આવ્યું છે.

નકવીએ ફરી આડોડાઈ કરી
નકવીએ ફરી આડોડાઈ કરી

નવી દિલ્હી: ICC ટી20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશના બહાર થયા પછી પીસીબી ચીફ મોહસિન નકવીનું પહેલું રિએક્શન આવ્યું છે. બાંગ્લાદેશના બહાર થયા પછી ટુર્નામેન્ટમાં સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના ટી20 વર્લ્ડ કપથી બહાર થવા પર મોહસિન નકવીએ કહ્યું છે કે, વડાપ્રધાન નક્કી કરશે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં.

મીડિયા સાથે વાતચીત કરતા મોહસિન નકવીએ કહ્યું, બાંગ્લાદેશને કોઈપણ કાળે વર્લ્ડ કપમાં રમાડવું જોઈએ. તે એક મોટું સ્ટેક હોલ્ડર છે. તેની સાથે ખોટું થઈ રહ્યું છે. જો પાકિસ્તાન સરકાર કહે છે કે, આપણે રમવાનું નથી તો અમે તેની વાત માનીશું. અમે વડાપ્રધાનના આવવાની રાહ જોઈ રહ્યાં છીએ. હું સમજી શકું છું કે, ઘણી બધી વસ્તુઓ છે, પણ તેમાં ન જઈએ તો સારું છે.

આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશની માંગ પર વેન્યુ બદલવા અંગે થયેલી ICCના વોટિંગમાં પાકિસ્તાને તેનું સમર્થન કર્યું હતું. પાકિસ્તાને અગાઉ પણ એ પ્રસ્તાવ મૂક્યો હતો કે તે બાંગ્લાદેશની મેચોની પોતાની દેશમાં મેજબાની કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય તો PCBએ એ ધમકી પણ આપી હતી કે તે પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનના PMના નિર્દેશ બાદ જ સ્પષ્ટ થશે કે શું બાંગ્લાદેશ પછી બીજી ટીમ તરીકે પાકિસ્તાન પણ ટૂર્નામેન્ટમાંથી ભાગ નહીં લે.

ICC T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમને તેની બધી મેચ શ્રીલંકામાં રમવાની છે. છતાં પણ, પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની ધમકી આપી રહી છે. એટલું જ નહીં, પાકિસ્તાને T20 વર્લ્ડ કપ માટે હજી સુધી પોતાની સ્ક્વોડની જાહેરાત કરી નથી. એ જ કારણ છે કે પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. જો એવું થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *